Hugging Benefits : દવા જેવું કામ કરે છે જાદુની ઝપ્પી, સંબંધોની સાથે સ્વાસ્થય માટે પણ ફાયદાકારક: સ્ટડી
Hugging Benefits :ભેટવાથી કે આલિંગન કરવાથી ઓક્સીટોસિન નીકળે છે, જેને લવ હોર્મોન અથવા બોન્ડિંગ હોર્મોન કહેવાય છે. તે સામાજિક બંધન, જોડાણ અને ભાવનાત્મક નિયમનમાં ખૂબ મદદરૂપ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિંગન કરવાથી માત્ર સુખ જ નથી મળતું પણ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે. પ્રેમ વ્યક્ત કરવાની સૌથી શક્તિશાળી રીત સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે તણાવ ઘટાડીને ભાવનાત્મક જોડાણ વધારવાનું પણ કામ કરે છે. આલિંગન એ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.
સાયન્ટિસ્ટ એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ મેહજબીન દોરડીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ગળે લગાવવાથી ઓક્સીટોસિન રિલીઝ થાય છે, જેને લવ હોર્મોન અથવા બોન્ડિંગ હોર્મોન કહેવામાં આવે છે. તે સામાજિક બંધન, જોડાણ અને ભાવનાત્મક નિયમનમાં ખૂબ મદદરૂપ છે.
આલિંગન મગજના પુરસ્કાર કેન્દ્ર, વેન્ટ્રલ સ્ટ્રાઇટમને સક્રિય કરી શકે છે. આ મગજનો તે ભાગ છે જે આનંદ અને પુરસ્કાર સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ગળે લગાવવાના શું ફાયદા છે.
એક –બીજાને ગળે લગાવવાથી અંડોર્ફિન રીલીઝ વધુ બૂસ્ટ થાય છે. જે નેચરલ પેઇન કિલર છે. જે પીડાને ઓછી કરવામાં મદદ કરે છે. તેનાથી અનેક ફાયદા થાય છે.
ગળે લગાવવાથી ઓક્સીટોસિન રિલીઝ ટ્રિગર થાય છે. જે હોર્મોન કોર્ટસોલ લેવલને ઓછું કરે છે. તણાવને ઓછો કરે છે. ફિઝિકલ ટચ તણાવને કમ કરીને હેલ્ધ બેનેફિટસ આપે છે.
સંશોધન દર્શાવે છે કે, સકારાત્મક શારીરિક ક્રિયાપ્રતિક્રિયાઓ, જેમ કે આલિંગન, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે. આ તણાવ ઘટાડે છે અને ઓક્સીટોસિન મુક્ત કરે છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે.
આલિંગન કરવાથી બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ ઘટાડી શકાય છે. આ હાર્ટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આલિંગલન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શારીરિક સ્વાસ્થ્ય માટે આ ઉત્તમ છે.
આલિંગન એ એન્ડોર્ફિન્સને બૂસ્ટ કરીને મૂડને સુધારી શકે છે. તેનાથી મન પ્રસન્ન રહે છે. આલિંગનને કુદરતી મૂડ વધારનાર માનવામાં આવે છે. તેનાથી મગજ સંબંધિત ઘણી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.
આલિંગન અને શારીરિક સ્પર્શ આરામ અને ભાવનાત્મક ટેકો આપે છે. તે તણાવ અને ડિપ્રેશનના લક્ષણોને ઘટાડવામાં મદદરૂપ છે. તે ભાવનાત્મક સ્પર્શ આપીને મનને આરામ આપે છે.