Summer Health: ગરમીમાં પાચનતંત્રને દુરસ્ત રાખવા માટે ડાયટમાં આ ફુડને કરો સામેલ, કૂલ રહેશે ડાયજેસ્ટ સિસ્ટમ
Summer Health: ગરમીમાં પાચનતંત્રને દુરસ્ત રાખવા માટે ડાયટમાં આ ફુડને કરો સામેલ, કૂલ રહેશે ડાયજેસ્ટ સિસ્ટમ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉનાળામાં પાણીથી ભરપૂર ફળોનું સેવન કરવું જોઇએ. તરબૂચ પાણીથી છે. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. શરીર અને પેટને પણ ઠંડુ રાખે છે. તેમાં લાઇકોપીન જોવા મળે છે, જે ત્વચાને સૂર્યમાંથી નીકળતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે
દહીં પેટ માટે વરદાન સમાન છે. તેના સેવનથી પેટ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનાથી હાડકા મજબૂત બને છે. તેમજ દહીં પ્રોબાયોટીક્સ એટલે કે સારા બેક્ટેરિયાનો મુખ્ય સ્ત્રોત છે. સારા બેક્ટેરિયા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. આ સિવાય દહીંમાં પ્રોટીન પણ હોય છે. ઉનાળામાં પેટને ઠંડુ રાખવા માટે રોજ દહીંનું સેવન કરો.
ઉનાળામાં પેટને ઠંડુ રાખવા માટે રોજ છાશ પીવો. ખોરાક ખાધા પછી છાશ પીવી વધુ ફાયદાકારક છે. તેના ઉપયોગથી સારા બેક્ટેરિયા વધે છે, જે આંતરડા માટે સારા છે. ઉનાળામાં ડીહાઈડ્રેશનની સમસ્યા પણ રહે છે. રોજ છાશ પીવાથી શરીર હાઇડ્રેઇટ રહે છે.
કાકડીમાં પાણી ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. કેલરી પણ ઘણી ઓછી હોય છે. તેથી, કાકડીને વજન ઘટાડવાના નાસ્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફાઈબરથી ભરપૂર હોવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે. આ માટે ઉનાળાની ઋતુમાં રોજ કાકડી ખાઓ.
ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે નિષ્ણાતો સત્તુ પીવાની સલાહ આપે છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં લોકો સત્તુનું વધુ સેવન કરે છે. સત્તુને પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે.
આ સિવાય સત્તુમાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ માટે તમારે રોજ સત્તુ પીવું જોઈએ. તેનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને પેટ ઠંડુ રહે છે.