ગરમીમાં રમ પીવાથી શરીરમાં થાય છે નુકસાન ? જાણો આ દાવાનું શું છે સત્ય
દારુ પીવા અને પીરસવા અંગે ઘણી ગેરસમજો છે. 'આવું કરવું જોઈએ', 'આવું ન કરવું જોઈએ' જેવી સૂચનાઓ સામેની વ્યક્તિને પૂછ્યા વગર આપવામાં આવે છે પરંતુ મોટા ભાગના લોકો વાસ્તવિક સત્ય જાણતા નથી. આવી જ ગેરસમજ ભારતીય ઓલ્કોહોલ પ્રેમીઓમાં વર્ષોથી પ્રચલિત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરમના ચાહકો ઘણીવાર સલાહ આપતા જોવા મળે છે કે ઉનાળામાં રમ ન પીવી જોઈએ. એવું માનનારા લોકોના મતે રમ ફક્ત શિયાળાની ઋતુમાં જ પીવી જોઈએ કારણ કે તે શરીરને ગરમ કરે છે. તો શું ઉનાળામાં તેને પીવું નુકસાનકારક છે ?
નિષ્ણાતો માને છે કે રમ શિયાળામાં ખાસ રાહત આપે છે પરંતુ ઉનાળામાં તેને પીવાથી કોઈ નુકસાન નથી. એટલું જ નહીં, દુનિયાભરના લોકો દરેક સિઝનમાં તેનો આનંદ માણે છે. તો સત્ય શું છે ? શા માટે લોકો વર્ષોથી શિયાળામાં તેને પીવાથી પોતાને રોકી રહ્યા છે ? ચાલો તમને જણાવીએ.
રમના મુખ્યત્વે બે પ્રકાર છે. એક સફેદ રમ અને બીજી ડાર્ક રમ. વ્હાઈટ રમમાં મોલેસેજને અલગથી ભેળવવામાં આવતી નથી. તેથી, તેનો રંગ પારદર્શક છે અને તેનો ઉપયોગ ઘણા પ્રકારના પ્રખ્યાત કોકટેલ બનાવવામાં થાય છે, જેની સમગ્ર વર્ષ દરમિયાન માંગ રહે છે.
એક્સપર્ટ મુજબ રમ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત પીણું છે. તે વેસ્ટ ઈન્ડિઝ, ક્યુબા, જમૈકા, ભારત અને ઘણા એશિયન દેશો જેવા અત્યંત ગરમ વાતાવરણ ધરાવતા દેશોમાં આખું વર્ષ વપરાય છે.
એક્સપર્ટના જણાવ્યા મુજબ, સમયની સાથે આયુર્વેદ પદ્ધતિના કેટલાક સ્વયં-ઘોષિત નિષ્ણાતોએ રમ ગરમ હોવાનું ટાંકીને ઉનાળામાં રમ પીવાની ના પાડી. જોકે આમ કરવામાં કોઈ નુકસાન નથી.
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.