ચમચીથી નહીં પણ હાથથી ખાવાથી થાય છે વધુ ફાયદો, શરીરને મળે છે આ ચોંકાવનારા ફાયદા
તમે તમારા વડીલોને ઘણી વખત જોયા હશે કે તમને ચમચીથી નહીં પણ હાથથી ખાવા માટે ઠપકો આપતા. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેઓ આવું કેમ કહે છે? શા માટે તેઓ જમતી વખતે ચમચીનો ઉપયોગ ન કરવાનું કહે છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતની જૂની પરંપરાઓ અને આયુર્વેદમાં હાથથી ખાવાનો ઉલ્લેખ છે. આયુર્વેદના કેટલાક નિષ્ણાતો માને છે કે હાથની પાંચ આંગળીઓ પાંચ તત્વો સમાન છે. અંગૂઠો અગ્નિ માટે, અનામિકા પૃથ્વી માટે, મધ્યમ આંગળી આકાશ માટે, તર્જની આંગળી હવા માટે અને નાની આંગળી પાણી માટે છે.
એવું કહેવાય છે કે જ્યારે હાથ વડે ખાવામાં આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેટલું ખાવાનું છે. આ જ કારણ છે કે આપણે વધુ પડતું ખાવાનું ટાળીએ છીએ અને નિયંત્રણમાં રાખીએ છીએ.
જ્યારે આપણે ચમચી વડે ખાઈએ છીએ, ત્યારે આપણે જરૂરિયાત કરતા વધુ ખોરાક ખાઈએ છીએ. જેના કારણે આપણું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. આ એટલા માટે છે કારણ કે ચમચીથી ભૂખનો સાચો ખ્યાલ નથી આવતો નથી