શિયાળામાં ખજૂર ખાવાના છે અનેક ફાયદા, જાણીને તમે પણ ચોંકી જશો
ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડક આપનારી અને ખૂબ જ શાંત હોય છે. આયુર્વેદ અનુસાર ખજૂરનો સ્વાદ મીઠો હોય છે, પરંતુ તે પચવામાં થોડી ભારે હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખજૂર એક એવું ફળ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું સારું ફૂડ છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે અને એવું માનવામાં આવે છે કે તે ઘણા રોગોને દૂર કરી શકે છે.
ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા પાચનતંત્રને દુરસ્ત કરવામાં ઉપયોગી છે. જો પાચન બરાબર હોય તો કબજિયાતની ફરિયાદ રહેતી નથી.
ખજૂરમાં રહેલા ફાઇબર્સ તમારા હૃદયને મજબૂત અને સ્વસ્થ બનાવવાનું પણ કામ કરે છે. ખજૂરમાં પોટેશિયમ પણ હોય છે જે હાર્ટ એટેકના જોખમને ઘણી હદ સુધી ટાળી શકે છે.
ખજૂર ખાવાના યોગ્ય સમયની વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને ખાલી પેટ ખજૂર ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે.
તેને બપોરના નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને સૂતી વખતે ઘી સાથે તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે.