માત્ર રાત્રે જ જોવા મળે છે હાઈ બીપીના આ લક્ષણો, 10માંથી 5 લોકોને નથી રહેતી ખબર
High BP Symptoms In Night: હાઈ બ્લડ પ્રેશરના રોગથી બચવા અને તેના યોગ્ય સંચાલન માટે તેના લક્ષણોને ઓળખવા અને તેને નિયંત્રણમાં રાખવાના પ્રયત્નો કરવા જરૂરી છે. હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર સ્તરના કિસ્સામાં ઘણી વખત લોકોને કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેવી જ રીતે, હાઈ બીપીના કેટલાક લક્ષણો છે જેના વિશે લોકો જાણતા નથી કારણ કે આ લક્ષણો કાં તો ખૂબ જ ઓછા હોય છે અથવા રાત્રે જ જોવા મળે છે. અહીં તમે હાઈ બીપીના તે લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આખા દિવસના કામ બાદ થાક લાગવો એ સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે તમે લાંબા સમય સુધી આરામ અથવા ઊંઘ લીધા પછી પણ આરામ અનુભવતા નથી, તો તે હાઈ બીપી સંબંધિત સમસ્યા હોઈ શકે છે. તેનું ચોક્કસ કારણ અને સારવાર જાણવા માટે ડૉક્ટરની મદદ લો અને જરૂરી ટેસ્ટ કરાવો.
જો તમને પેશાબ કરવા માટે રાત્રે વારંવાર ઉઠવું પડતું હોય તો આ હાઈ બ્લડ પ્રેશરને લગતી સમસ્યા પણ હોઈ શકે છે.
પગ અને પગની નીચેના ભાગમાં સોજો અને દુખાવો હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ હોઈ શકે છે. જો તમને રાત્રે અથવા જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારા પગમાં વધુ પડતો સોજો દેખાય તો તેને અવગણવાને બદલે ડૉક્ટરનો સંપર્ક કરો.
જો તમને આરામ કરતી વખતે યોગ્ય રીતે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો બની શકે કે તમારું બ્લડ પ્રેશરનું સ્તર ઊંચું હોય. આ સમસ્યાથી રાહત મેળવવા અને હાઈ બીપીને કંટ્રોલમાં રાખવા માટે તમે ડોક્ટરની મદદ લઈ શકો છો. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)