Orange peel: સંતરાની છાલ તમારી સ્કીનને બનાવશે ચમકદાર, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક
સંતરાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામીન-C ભરપૂર માત્રામાં હોય છે. સંતરા ખાવાથી વ્યક્તિને અનેક ફાયદા થાય છે. લોકો સંતરા ખૂબ જ ઉત્સાહથી ખાય છે, પરંતુ તેની છાલને કચરાપેટીમાં નાખી દેતા હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંતરાની છાલ પણ ખૂબ જ ફાયદાકારક છે. તમારી સ્કીનને ચમકદાર બનાવવા માટે તમે સંતરાની છાલનો ઉપયોગ કરી શકો છો.
તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે તમારા આહારમાં અથવા તમારા ચહેરા માટે સંતરાની છાલનો ઉપયોગ કરો છો, તો તમને સારા સ્વાસ્થ્ય સાથે ચહેરો પણ સુંદર બને છે.
સંતરાની છાલમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે તમને સ્વસ્થ રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. એક્સપર્ટ અનુસાર, હૃદયને સ્વસ્થ રાખવામાં સંતરાની છાલ ખૂબ મદદરૂપ થાય છે.
સંતરાની છાલમાં ફ્લેવોનોઈડ હેસ્પેરિડીન જેવા તત્વો હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થાય છે. સંતરાના છાલના સેવનથી તમે હૃદયને લગતા રોગોથી બચી શકો છો અને તેમાં વિટામિન-સી પૂરતા પ્રમાણમાં મળી આવે છે, જે ફેફસાંને ઘણા પ્રકારના ચેપથી બચાવે છે.
વિટામિન Cના કારણે સંતરાની છાલ ચહેરા પર ચમક લાવવાનું કામ કરે છે. આ છાલને બે દિવસ તડકામાં સુકવીને પછી તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો અને આ પાવડરને મધ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો.
સંતરાની ચા પણ ખૂબ જ ફાયદાકારક છે. આ ચા બનાવવા માટે સંતરાની છાલને પાણીમાં ઉકાળવી પડશે. આ બાદ તેમાં લીંબુ અને થોડું કાળું મીઠું ઉમેરો, ત્યારબાદ સંતરાની ચા તૈયાર થઈ જશે, જે વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે.