Health Tips: શિયાળામાં સ્વાસ્થ્ય્યને અદભૂત ફાયદો પહોંચાડે છે પિસ્તા, સ્કિન અને વાળને રાખે છે હેલ્ધી
વર્તમાન યુગમાં લોકો વિવિધ રોગોનો શિકાર બની રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમની ખાવાની આદતો બગડી ગઈ છે અને તેમની જીવનશૈલી પણ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે સારા સ્વાસ્થ્ય માટે સારા આહારની સાથે સારી જીવનશૈલી પણ જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકો ખાસ કરીને શિયાળામાં ખૂબ બીમાર પડે છે. તેનું કારણ નબળી રોગપ્રતિકારક શક્તિ છે. શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. અહીં એક ડ્રાય ફ્રુટ જણાવવામાં આવી રહ્યું છે જે તમારી નબળી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે.
શરીરની નબળી રોગપ્રતિકારક શક્તિની સાથે પિસ્તા પેટ સંબંધિત બીમારીઓને દૂર કરવાનું પણ કામ કરે છે. તેના ઉપયોગથી ત્વચા અને વાળને પણ ફાયદો થાય છે.
આપણે બધા પિસ્તાથી પરિચિત હશો. તમને જણાવી દઈએ કે એકલા પિસ્તા જ તમારી ઘણી સમસ્યાઓને ઓછી કરી શકે છે. તેમાં વિટામિન, ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ અને કેલરી સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને શરીરને અનેક ચેપી રોગોથી બચાવે છે. તેનાથી મોસમી રોગોનો ખતરો ઓછો થાય છે અને તેને દૂધમાં ઉકાળીને પીવાથી શરદી અને ફ્લૂમાં આરામ મળે છે.
પિસ્તામાં વિટામિન E મોટી માત્રામાં જોવા મળે છે, જે ત્વચાની સાથે વાળના સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
પિસ્તાના સેવનથી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે. આનું સેવન કરવાથી ગેસ, અપચો, કબજિયાત અને પેટના દુખાવામાં આરામ મળે છે.
હેલ્થ એક્સપર્ટના મતે તે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી કમ નથી. તેમાં રહેલી ઓછી કેલરી અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ બ્લડ સુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે.