Monsoon Fruits: ચોમાસામાં આવતું આ ફળ રાસબેરી સ્વાસ્થ્ય માટે અમૃત, જાણા સેવનના ગજબ ફાયદા
રાસબેરીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ તેમજ પાચન તંત્રને કાર્ય કરવામાં મદદ મળે છે. આવો જાણીએ તેના સેવનના અન્ય ફાયદા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાસબેરીનું સેવન પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં ડાયેટરી ફાઈબર મળી આવે છે જે પાચન શક્તિને વધારે છે. તે કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
ખરાબ કોલેસ્ટ્રોલ અને સારા કોલેસ્ટ્રોલનું સંતુલન તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાસબેરી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. તેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ ઓછું થાય છે. તેમજ સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી જાય છે.
રાસબેરીમાં ઓછી કેલરી છે. તેમાં ફાઈબર અને વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે. જેથી તેને ખાવાથી તમારું પેટ ઝડપથી ભરાય છે અને તમને તાજગીનો અનુભવ થાય છે. આના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમને થાક પણ નથી લાગતો. આ ફળને ડાયટ એક મહિના સુધી ખાવાથી 5 કિલો સુધી વજન ઘટાડી શકાય છે.
લો-ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતું ફળ છે જે તમારા લોહીમાં સુગર લેવલને ઝડપથી વધતું અટકાવે છે. બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
રાસબેરીમાં એન્ટીઓક્સીડેન્ટ અને પોટેશિયમ છે. આ સોજો ઘટાડે છે. હાડકાંને પણ મજબૂત બનાવે છે. આનાથી સંધિવાનું જોખમ પણ ઓછું થાય છે.