Salad Recipe: ઉનાળામાં પેટને ઠંડુ રાખવા માટે ખાઓ ખાસ લીલા પપૈયાનું સલાડ
થાઈ સલાડ, સોમ ટેમ એક સ્વાદિષ્ટ રેસીપી છે. જે લીલા પપૈયા સલાડ તરીકે ઓળખાય છે. આ થાઈ સલાડની સામગ્રીને સૌપ્રથમ પીસવામાં આવે છે અને પછી વાનગીમાં ઉમેરવામાં આવે છે જે તેને સ્વાદિષ્ટ બનાવે છે. આ એક સરળ સલાડ રેસીપી છે જે તમને તાજગીનો અહેસાસ કરાવશે અને તમને તેનો સ્વાદ પણ ખૂબ જ પસંદ આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કચુંબર તૈયાર કરવા માટે વપરાતી સામગ્રીઓમાં કાચું પપૈયું, લીલા મરચાં, લસણ, ટામેટા, લીંબુનો રસ, ડાર્ક સોયા, મગફળી અને ગ્રીન બિન્સનો સમાવેશ થાય છે. તમામ ઉંમરના લોકો આ હેલ્ધી સલાડ રેસીપીનો આનંદ માણી શકે છે. તે મીઠા, ખાટા અને મસાલેદાર સ્વાદોથી ભરપૂર છે
આ હેલ્ધી સલાડ રેસીપીની મુખ્ય સામગ્રી કાચા અથવા લીલા પપૈયા છે. તો સૌથી પહેલા તમારે પપૈયાને સારી રીતે ધોઈ લો અને પછી તેને છોલીને છીણી લો. હવે તેને બાજુ પર રાખો. ગાજરને છોલીને બીજા બાઉલમાં છીણી લો. હવે ગ્રીન બિન્સને મેશ કરો. આ પછી લસણને ક્રશ કરી લો. ત્યારબાદ શેકેલી મગફળીને પીસી લો. બાદમાં લાલ મરચાને પણ ક્રશ કરી લો.
હવે એક નાનો બાઉલ લો અને તેમાં થાઈ સોયા સોસ, લીંબુનો રસ અને ખાંડ નાખી બધુ મિક્સ કરો. બરાબર હલાવીને બાજુ પર રાખો.
સમારેલા ગાજર અને પછી પપૈયાને મેશ કરો. પછી સોમ ટેમ ડ્રેસિંગ ઉમેરો અને સારી રીતે ભળી દો. ત્યાર બાદ વાટેલા લાલ મરચાં અને વાટેલી મગફળી (અડધી) ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને પછી અડધા ચેરી ટામેટાં ઉમેરો. છેલ્લે, બાકીની મગફળી અને પછી ગ્રીન બિન્સ ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને તાજા તાજા સલાડની મજા માણો