કેટલાકની આંખો કાળી તો કેટલાકની નીલી કે ભૂરી..જાણો કેવી રીતે નક્કી થાય છે આંખોનો રંગ
જ્યારે આપણે કોઈને મળીએ ત્યારે તેની આંખોની સુંદરતા, સ્થિરતા વગેરે જોઈને તેના સ્વભાવનો ખ્યાલ આવી શકે છે. પણ આંખોનો રંગ કુદરતના હાથમાં છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આંખોનો રંગ કાળો, વાદળી કે ભૂરો કેમ હોય છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેલાનિનની માત્રા આંખનો રંગ નક્કી કરવામાં ભૂમિકા ભજવે છે. મેલાનિન એક રંગદ્રવ્ય છે. જો મેલાનિનની માત્રા ઓછી હોય તો આંખોનો રંગ વાદળી થઈ જાય છે.
બીજી તરફ તેના અતિરેકને કારણે આંખોનો રંગ ભૂરો અથવા કાળો થઈ જાય છે. મેલાનિન ત્વચા અને વાળનો રંગ નક્કી કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. તે દરેક વ્યક્તિના શરીરમાં અલગ-અલગ માત્રામાં અને પ્રમાણમાં જોવા મળે છે.
આ સિવાય પ્રોટીન અને જીન્સની ઘનતા પણ આંખોના અલગ-અલગ રંગ માટે જવાબદાર હોય છે.
વિજ્ઞાનીઓનું એમ પણ કહેવું છે કે જન્મ પછી શરૂઆતના દિવસોમાં પણ આંખોનો રંગ બદલાવાની ઘણી શક્યતાઓ હોય છે.