દૂધમાં ચપટી જાયફળ પાવડર મિક્સ કરીને પીવાના એક નહિ અનેક ફાયદા, આ બીમારીથી મળશે છુટકારો
દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કેટલીકવાર સાદા દૂધમાં પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવામાં આવે તો વધુ ફાયદાકારક સાબિત થાય છે, જાયફળ ભેળવીને દૂધ પીવાથી સ્વાસ્થ્ય તો સારું રહે છે સાથે સાથે ઘણી બીમારીઓ પણ શરીરમાંથી દૂર રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાયફળ એક રસોડાનો મસાલો છે, આયુર્વેદમાં તેને સ્વાસ્થ્ય માટે વરદાન મનાય છે. જાયફળને દૂધમાં ભેળવીને પીવાથી શરીરને ઉર્જા મળે છે અને તેના ઘણા ફાયદા પણ થાય છે. ચાલો આજે જાણીએ કે જાયફળ મિશ્રિત દૂધ પીવાથી કયા કયા ફાયદા થઈ શકે છે.
જાયફળને વિટામિન્સનો ખજાનો કહેવામાં આવે છે. જાયફળ આયરનનો પણ સારો સ્ત્રોત છે. જાયફળમાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે. તેમાં ફોસ્ફરસ, કોપર, મેગ્નેશિયમ સહિત અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. જો તેને દૂધમાં ભેળવીને પીવામાં આવે તો તે આર્થરાઈટિસની સમસ્યાથી તો રાહત આપે છે ઉપરાંત જાયફળનુ દૂધ પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર કરે છે
દૂધમાં જાયફળ ભેળવીને પીવાથી હૃદય સ્વસ્થ રહે છે અને લીવર પણ સ્વસ્થ રહે છે. જાયફળમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળતા હોવાથી તેને દૂધ સાથે પીવાથી કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
જે લોકો રાત્રે ઊંઘી શકતા નથી અને થાક અનુભવતા હોય તેમણે ખાસ કરીને જાયફળ મિશ્રિત દૂધ પીવું જોઈએ. તેનાથી મન શાંત થાય છે અને સારી ગાઢ ઊંઘ આવે છે. થાક દૂર કરવાની સાથે જ જાયફળ યુક્ત દૂધ સાંધા અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે.
જાયફળમાં તણાવ વિરોધી ગુણ હોય છે, જો તમે તેને રાત્રે દૂધ સાથે પીશો તો માનસિક તાણ ઘટશે અને માનસિક થાકથી પણ રાહત અનુભવશો.