Brain Stroke Sign: બ્રેઇનની નસોમાં બ્લોકેઝ, બ્રેઇન સ્ટ્રોકના છે સંકેત, આ લક્ષણોથી પારખો ખતરો
જો સ્ટ્રોકથી બચવું હોય તો તેના શરૂઆતના લક્ષણો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ તેના પ્રારંભિક સંકેતો. જેથી તેને સમયસર રોકી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે મગજના રક્ત પરિભ્રમણમાં ખલેલ હોય છે, ત્યારે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. સ્ટ્રોકના બે પ્રકાર છે: ઇસ્કેમિક અને હેમરેજિક સ્ટ્રોક. ઇસ્કેમિક સ્ટ્રોકમાં મગજના જ્ઞાનતંતુઓ બ્લોક થવા લાગે છે અને લોહી ત્યાં સુધી યોગ્ય રીતે પહોંચતું નથી.
જ્યારે હેમરેજિક સ્ટ્રોકમાં મગજની અં બ્લિડિંહ થવા લાગે છે. જેના કારણે મગજ પર તેની ખરાબ અસર પડે છે અને સામાન્ય ભાષામાં તેને બ્રેઈન હેમરેજ કહેવામાં આવે છે.
ઇસ્કેમિક સ્ટ્રોક ખૂબ જ સામાન્ય છે કારણ કે તે હાઇ બીપી BP, સ્થૂળતા, શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે થાય છે. તેની પાછળનું કારણ ખરાબ ખાનપાન અને ધૂમ્રપાન હોવાનું કહેવાય છે.
સ્ટ્રોક અત્યંત જીવલેણ છે કારણ કે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોમાં બોલવામાં મુશ્કેલી, સ્નાયુઓમાં દુખાવો, ચાલવામાં મુશ્કેલી શામેલ હોઈ શકે છે. આ બધું ત્યારે શરૂ થાય છે જ્યારે મગજમાં લોહી યોગ્ય રીતે પહોંચતું નથી.