Fruits For Weight Loss: ફેટ કટર છે આ ફળો, પેટમાં જતાં ચરબીને કાપે છે, વેઇટ લોસ માટે કરો ભરપેટ સેવન
બેરી ઓછી કેલરીવાળા ફળ છે. એક કપ (123 ગ્રામ) રાસબેરીમાં માત્ર 64 કેલરી હોય છે જ્યારે એક કપ (152 ગ્રામ) સ્ટ્રોબેરીમાં 50 કરતા ઓછી કેલરી હોય છે. આમાં વધુ ફાઈબર જોવા મળે છે. તેનાં રસ ઝરતાં ફળોની ખાવાથી કોલેસ્ટ્રોલ, બીપી અને સોજામાં ઘટાડવામાં મદદ મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફળ વજન ઘટાડવામાં કારગર છે. કારણ કે 123 ગ્રામ ગ્રેપફ્રૂટમાં (ચકોતર માત્ર 37 કેલરી હોય છે. આનાથી તમને દરરોજની જરૂરિયાતના 51% વિટામિન સી મળે છે. તેનું GI પણ ઓછું છે અને તેથી તે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે. તેના સેવનથી શરીરની ચરબી ઓછી થાય છે.
સફરજનમાં ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબર હોય છે. એક મોટા સફરજનમાં 5.4 ગ્રામ ફાઈબર હોય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે લોકો સફરજન ખાય છે તેઓ 4 વર્ષના સમયગાળા દરમિયાન દરરોજ સરેરાશ 1.24 પાઉન્ડ (0.56 કિગ્રા) વજન ગુમાવે છે.
કિવી વિટામિન સી, વિટામિન કે, ફોલેટ અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 12 અઠવાડિયા સુધી દરરોજ કીવીનું સેવન કરનારા 41 લોકોએ બીપી અને કમરનું કદ 2 ઇંચ ઘટાડવામાં મદદ મળી.
તરબૂચમાં ઓછી કેલરી અને પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તે વજનને નિયંત્રિત કરતું ફળ છે. માત્ર 1 કપ (150-170 ગ્રામ) તરબૂચમાં 46-61 કેલરી હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તરબૂચ અને નારંગી જેવા પાણીયુક્ત ફળો પણ વધારાની ચરબી ઘટાડવાની ક્ષમતા છે. આ સિવાય કેળા, એવોકાડો, પીચ, પ્લમ, ચેરી અને જરદાળુ જેવા ફળો પણ વજન ઘટાડવા માટે સારા વિકલ્પો છે