Hair care Tips: સફેદ વાળને મૂળથી કરી દેશે કાળા, આ અદભૂત જડીબુટ્ટી, બસ આ રીતે કરો ઉપયોગ
શું આપના વાળ નાની વયે સફેદ થઇ ગયા છે. તો આ વાળને વગર કોઇ કેમિકલ, મહેંદી કે કલર, આપ કુદરતી રીતે કાળા કરી શકો છો. જાણીએ આ અદભૂત ઔષધ વિશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટાભાગે લોકો વાળને કાળા કરવા માટે જુદા જુદા આર્ટીફિશ્યલ કલરનો ઉપયોગ કરે છે. જે વધુ વાળને સફેદ પણ કરે છે અને આંખો માટે પણ નુકસાનકારક સાબિત થાય છે. તો આજે અમે તમને એવો કુદરતી ઉપાય જણાવીશું તે કુદરતી રીતે વાળને કાળા કરશે.
કલોંજીના કાળા બીજ વાળ માટે વરદાન છે. સદીઓથી આયુર્વેદમાં સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જો આપણે વાળની વાત કરીએ તો તેમાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.
ક્લોંજી ડેન્ડ્રફ ઘટાડવા, વાળ ખરતા અટકાવવા, વાળને ગ્રે થતા અટકાવવા અને લાંબા સમય સુધી કાળા રાખવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે ક્લોંજી વાળ માટે વરદાન છે.
વાળને કાળા બનાવવા માટે ક્લોંજી, ચાય પત્તી, બીટનો પાવડર અથવા પાણી, સરસવનું તેલ, આટલી સામગ્રી એકઠી કરો. આ રીતે સફેદ વાળને કાળા કરો. સૌપ્રથમ એક લોખંડની તપેલી લો અને તેમાં ક્લોંજી બીજ અને ચાની પત્તીને શેકી લો, આ પછી, કડાઈમાં એક ચમચી બીટરૂટ પાવડર ઉમેરો અને તેની સાથે તે પણ કાળા ન થાય ત્યાં સુધી શેકો.જ્યારે પાઉડર કાળો થઈ જાય, ત્યારે તેને એક બાઉલમાં કાઢીને ઠંડુ કરો.આ પછી, એક બાઉલ લો અને તેમાં 1 ચમચી તૈયાર કરેલો પાવડર લો. તેમાં સરસવનું તેલ ઉમેરો અને તેને મિક્સ કરો.હવે તેને વાળના મૂળથી લગાવો 30-40 મિનિટ સુધી સૂકવવા માટે છોડી દો. બાદ હેર વોશ કરી લો.