Weight loss: વજન ઘટાડવાની સાથે સ્વાસ્થ્ય અને સૌદર્યનું આ ડ્રાયફ્રૂટસ કરે છે જતન, દૂધ સાથે સેવનથી મળશે ગજબ ફાયદા
કમળના બીજને સામાન્ય રીતે મખાના કહેવામાં આવે છે. સામાન્ય રીતે લોકો તેમના ઉપવાસ દરમિયાન ખાઇ છે, ઘણા લોકો તેના સ્વાસ્થ્ય લાભો અને પોષક મૂલ્યોથી વાકેફ નથી હતા. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમખાના ખાવાનો મુખ્ય ફાયદો એ છે કે, તે વૃદ્ધત્વ વિરોધી એજન્ટ તરીકે કામ કરવું. આ ખાવાથી ચહેરાનો ગ્લો બની રહે છે. કમળના બીજને પ્રોટીનનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં પ્રોટીનની ઉણપને પહોંચી વળવા માટે ડોકટરો પણ કમળના બીજના સેવનની ભલામણ કરે છે.
મખાના તમને દિવસભર ઉર્જાવાન રાખવાનું કામ કરે છે. તેનું GI ઘણું ઓછું છે. કમળના બીજમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે લોહી અને ઓક્સિજનને મોટા પ્રમાણમાં સુધારે છે.
મખાનાના સેવનથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે.આ સાથે જ તેના સેવનથી મધુપ્રમેહની બીમારી દૂર રહે છે. આ ખાવાથી ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં મદદ મળે છે. આ સંદર્ભમાં પણ મખાના ખૂબ જ ફાયદાકારક છે..
દરરોજ માત્ર એક મુઠ્ઠી મખાના ખાવાથી વજન ઘટાડવામાં મદદ તો મળે જ છે આ સાથે મખાના દૂધ સાથે ખાવાથી હાડકા મજબૂત બને છે. તેના ઉપયોગથી તમારા સાંધા અને હાડકાના દુખાવામાં પણ રાહત મળે છે.
શરીરમાં ફ્રી રેડિકલ્સ વધવાથી માનસિક અને શારીરિક તણાવ વધવા લાગે છે. આવી સ્થિતિમાં દૂધમાં પલાળી મખાનાનું સેવન કરવાથી આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. મખાનામાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ ગુણ મુક્ત રેડિકલ સામે લડે છે અને તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.