Parenting Tips: શું આપનું બાળક પણ ખાઇ છે માટી, તો આ 4 ઘરેલુ નુસખાથી ગંદી આદતને છોડાવી શકો છો
જ્યારે નાના બાળકો ઘરના કોઈ ખૂણામાં છુપાઈને માટી ખાતા જોવા મળે છે, ત્યારે માતા-પિતા તેમને ઉગ્ર ઠપકો આપે છે. ક્યારેક આ માટે તેમને માર પણ મારવામાં આવે છે. જો કે આ ખોટી રીત છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાટી ખાવી બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. જેના કારણે તેમને ઘણી બીમારીઓ થઈ શકે છે. નાના બાળકોમાં એટલી સમજ ન હોવાથી તેઓ માટીને ખાવાની જ વસ્તુ માને છે.
જો તમારું બાળક પણ ખૂબ માટી ખાય છે અને વારંવાર આ ભૂલનું પુનરાવર્તન કરે છે તો તેને ઠપકો આપવા કે મારવાને બદલે તેને પ્રેમથી સમજાવો. જો બાળક સમજવાની ઉંમરમાં ન હોય તો કેટલાક ઘરેલું ઉપચારની મદદથી આ ખરાબ આદતથી છૂટકારો મેળવી શકો છો
સૌથી પહેલા લવિંગને પીસીને તેનો પાવડર તૈયાર કરો. ત્યારબાદ બાળકોને એક ચમચી લવિંગ પાવડર પાણી સાથે ખવડાવો. તેનાથી તેમની માટી ખાવાની ગંદી આદત છૂટી જશે.
આ સિવાય બાળકને રોજ એક કેળું મધમાં ભેળવીને ખવડાવો. આ તમને તેની માટી ખાવાની આદતથી છુટકારો મેળવવામાં પણ ઘણી મદદ કરશે.
ત્રીજી ટિપ્સ અજમાનો પાવડર છે. જે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા બાળકને પાણી સાથે આપવાનું છે.
ક્યારેક શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે બાળકોને માટી ખાવાની ઇચ્છા થાય છે. કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે, તમે તેમને દરરોજ એક ગ્લાસ દૂધ અથવા કેલ્શિયમથી ભરપૂર અન્ય કોઈપણ ખાદ્યપદાર્થો બાળકના ડાયટમાં સામેલ કરો.