વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી, બ્રેકફાસ્ટમાં ખાઓ આ ભારતીય ફૂડ્સ
Healthy breakfast for weight loss: સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ ભોજન કહેવાય છે. કારણ કે તમે સવારે જે પણ ખાઓ છો તે તમને આખા દિવસ માટે એનર્જી આપે છે. સવારના નાસ્તામાં પ્રોટીન, હેલ્ધી કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાકનો સમાવેશ થવો જોઈએ. તેનાથી તમારા શરીરને પોષણ મળશે અને તમે દિવસભર સ્વસ્થ અનુભવ કરશો. પરંતુ, જ્યારે લોકો ડાયેટિંગ કરે છે અથવા વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ કંઈપણ ખાતા પહેલા કેલરીની ગણતરી વિશે ચિંતા કરવાનું શરૂ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલાક લોકો વજન ઘટાડવા માટે નાસ્તો પણ છોડી દે છે. પરંતુ આમ કરવાથી તમે નબળાઈ અનુભવી શકો છો. આવી સ્થિતિમાં તમારે નાસ્તામાં આ 5 ભારતીય વાનગીઓ ટ્રાય કરવી જોઈએ. ઓછી કેલરી હોવા ઉપરાંત તે સ્વસ્થ અને સ્વાદિષ્ટ પણ છે.
ગુજરાતની પ્રખ્યાત વાનગી ઢોકળા સ્વાદિષ્ટ છે. ઢોકળા ખાધા પછી કલાકો સુધી ભૂખ નથી લાગતી. ઢોકળાએ બાફવામાં અને આથો બનાવેલો ખોરાક છે જે પાચનમાં સુધારો કરે છે અને તમારા આંતરડાના સ્વાસ્થ્યને પણ સારી સ્થિતિમાં રાખે છે. આ બધું ચયાપચયને વધારે છે અને વજન ઘટાડવા તરફ દોરી જાય છે.
પ્રોટીનથી ભરપૂર મગની દાળ દરેક સિઝન માટે ઉત્તમ નાસ્તો છે. જો તમે વજન કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારે મગની દાળ ખાવી જોઈએ. નાસ્તામાં ખાવાથી તમે લાંબા સમય સુધી ઉર્જાવાન અનુભવો છો.
આ એક એવો પૌષ્ટિક ખોરાક છે જે માત્ર સ્થૂળતા જ નહી પરંતુ તમને એનર્જી પણ આપે છે. શેકેલા ચણા ખાવાથી તમને ડાયેટરી ફાઈબર અને પ્રોટીન બંનેના ફાયદા મળે છે. ચણા ભૂખને ઘટાડે છે અને વારંવાર ભૂખ લાગતી અટકાવે છે.
ભેલપુરી જેવા ખોરાક ખૂબ જ પૌષ્ટિક છે કારણ કે તે ચણાની દાળ, મગફળી અને ડુંગળી-ટામેટા જેવા આરોગ્યપ્રદ શાકભાજીનું મિશ્રણ છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે અને મિનરલ્સ અને અન્ય પોષક તત્વોનું પ્રમાણ પણ વધારે હોય છે. સાંજનો નાસ્તો હોય કે બપોરના ભોજન પહેલાં સવારની ભૂખ તમે ભેલપુરી ખાઈને ભૂખને સંતોષી શકો છો.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)