Health Tips: ચટાકેદાર ખાવાથી નુકસાન નહી ફાયદા પણ છે, જાણો કઈ રીતે
તબીબો હંમેશા મસાલેદાર ખોરાક ખાવાની મનાઈ ફરમાવે છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. પરંતુ આજે અમે તમને તેના ફાયદા વિશે જણાવીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણીવાર એવું બને છે કે આપણે મસાલેદાર ખોરાક એટલા માટે ખાતા નથી કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તે ફાયદાકારક પણ છે. જે લોકો મસાલેદાર ખોરાકને પસંદ કરે છે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેના ઘણા ફાયદા છે.
મસાલેદાર ખોરાકમાં માઇક્રોબાયલ તત્વો હોય છે. જે બેક્ટેરિયા અને ઈન્ફેક્શનને દૂર રાખે છે. લસણ, એલચી, જીરું, આદુ, લવિંગ અને લેમન ગ્રાસ ખાવાથી ત્વચા ચમકદાર દેખાય છે. સ્કિન ઈન્ફેક્શન પણ દૂર થવા લાગે છે
સ્પાઈસી ખાવાથી તણાવ ઓછો થાય છે. મસાલેદાર ખોરાક ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. મસાલેદાર ખોરાક ખાવાથી શરીરમાં એન્ડોર્ફિન અને ડોપામાઈનનું સ્તર વધવા લાગે છે. તેનાથી તણાવ પણ ઓછો થાય છે.
લાલ મરચામાં વિટામીન સી, બી-વિટામીન, પ્રો-એ-વિટામીન અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાનું કામ કરે છે. લાલ મરચું ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે
મસાલેદાર ખોરાક ખાવાથી હાર્ટબર્ન થઈ શકે છે. પરંતુ ખાવાથી જીવન પણ લંબાય છે. મસાલેદાર ખોરાક ખાવાથી જીવન 14 ટકા વધે છે. તેથી મસાલેદાર ખોરાકને ખરાબ નહીં પણ સારો માનવામાં આવે છે.
પ્રોસ્ટેટ કેન્સરને રોકવામાં Capsaicin ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારના ગુણો જોવા મળે છે.શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને કેપ્સાઈસીન દ્વારા ઠીક કરી શકાય છે. તે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે.