ચા પીવાના શોખિન છો, તો સાવધાન, થઇ શકે છે શરીરને આટલા નુકસાન
મોટાભાગના લોકો દિવસની શરૂઆત ચાથી કરે છે. તો ઠંડીની સિઝનમાં દિવસમાંથી ત્રણથી વધુ વખત પણ ચાય પીવાનું પસંદ કરે છે. થાક ઉતારવા માટે પણ લોકો દિવસમાં ત્રણથી ચાર વખત ચાયનું સેવન કરે છે. પરંતુ શું આપ જાણો છો કે, વધુ પડતું ચાયના સેવનથી કેટલાક સાઇડ ઇફેક્ટ થઇ શકે છે. શું છે સાઇડ ઇફેક્ટ જાણીએ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગર્ભવસ્થામાં વિપરિત અસર: ગર્ભાવસ્થામાં ચાનું સેવન પણ હાનિકારક સાબિત થઇ શકે છે. એક કપથી વધુ ચાય પીવાથી ગર્ભપાત અથવા બાળકનું વજન ઓછું રહેવાની સમસ્યા રહે છે. ચિડિયાપણું: ચાનું વ્યસન થઇ ગયા બાદ જો સમયસર ચા ન મળે તો વ્યક્તિ ચીડિયો થઇ જાય છે અને થકાવટ મહેસૂસ કરે છે.
અનિંદ્રાની પરેશાની: કેટલાક લોકોને જમ્યા બાદ રાત્રે ચા પીવાની આદત હોય છે. તેનાથી અનિદ્રાની સમસ્યા સર્જાઇ શકે છે. દિવસમાં 2 કપથી વધુ ચા માનસિક સંતુલન પર વિપરિત અસર પાડે છે. કિડની પર અસર: ડાયાબિટિશના દર્દીઓ વધુ માત્રામાં ગરમ ચા પીવાથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. ખાસ કરીને કિડની પર વિપરિત પ્રભાવ પડે છે.
ગેસની સમસ્યા:ખાલી પેટ ચાય પીવાથી ગેસ એસિડિટિની સમસ્યા સર્જાઇ છે. ઇનડાયજેશનની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. ચક્કર આવવા: ચામાં કેફિનની માત્રા વધુ હોવાથી ચક્કર આવવાની સમસ્યા સર્જાઇ શકે છે. દિવસમાં 400થી 500 ગ્રામ કેફિનના સેવનથી આ સમસ્યા થઇ શકે છે. જો કે તનાવગ્રસ્ત વ્યક્તિ થોડી ચાનું સેવન કરે તો પણ ચક્કરની સમસ્યા થઇ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -