180 વર્ષ જીવવા માટે આ અરબપતિ શરીરમાં દાખલ કરી રહ્યાં છે સ્ટેમ સેલ્સ, ખર્ચી નાખ્યા 7.3 કરોડ
લાઇફસ્ટાઇલના ગુરૂ નામે જાણીતા ડેવ એસ્પ્રેની ઉંમર વધારવાની આ મેથડ ખૂબ ચર્ચામાં છે. ડેવનું કહેવું છે કે, તે 2153 સુધી જીવિત રહેશે. લાંબી ઉંમર માટેની તેમની આ મેથડને તેમણે બાયોહૈકિંગ નામ આપ્યું છે. આ માટે તે તેમના જ સ્ટેમ સેલ્સને કાઢીને ફરી તેમના શરીરમાં દાખલ કરીને કરોડો ખર્ચી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાના જ સ્ટેમ સેલ્સને કાઢીને ફરી શરીરમાં દાખલ કરવાની પ્રક્રિયા માટે દરેક સેશનમાં 18 લાખનો ખર્ચ થાય છે. જ્યારે ડેવને પૂછવામાં આવ્યું કે, તે આટલુ લાંબુ કેમ જીવવા માંગે છે. તો તેમણે જણાવ્યું હતું કે, હું જિજ્ઞાસુ છું અને તેના કારણે અનેક સંશોધન કરીને હજું ઘણું કામ કરવા માંગું છું
ડેવે જણાવ્યું કે, તે આહાર શૈલી અને ઊંઘ સહિતની બાબતો પર ખૂબ જ ધ્યાન આપે છે. પોતાના જ સ્ટેમ સેલને શરીરમાં બીજી વખત દાખલ કરવાની મેથડ વિશે ડેવે જણાવ્યું કે, જ્યારે વ્યકિત જુવાન હોય છે ત્યારે તેમના શરીરમાં સ્ટેમ સેલ્સની માત્રા વધુ હોય છે. જે શરીરને ઉર્જાવાન રાખે છે. જો કે લાંબી ઉંમરે કાર્યરત નથી રહેતા.જેથી તેને રીયુઝ માટે આ મેથડ કારગર છે. આ પ્રકારનો દાવો લાઇફ સ્ટાઇલ ગુરૂ ડેવ કરી રહ્યાં છે.
ડેવે જણાવ્યું કે, તેમના જીવનને બહેતર બનાવવા માટે અત્યાર સુધીમાં 7.3 કરોડ ખર્ચી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, દુનિયામાં જીવિત તમામ માનવી કરતા તેમના શરીરમાં વધુ સ્ટેમ સેલ્સ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -