Health Tips: આ 8 ફૂડ છે ઇમ્યુનિટિ બૂસ્ટર, મહામારીના સમયમાં સેવન કરીને વધારો રોગપ્રતિકારક શક્તિ
એવા અનેક ફૂડ છે. જેને રાત્રે પલાળીને સવારે લેવાથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. અંકુરિત થતાં તેમની ન્યુટ્રિશ્યન વેલ્યૂ વધી જાય છે. તેમજ પાણીમાં પલાળેલ ફૂડ સરળતાથી પચી જાય છે અને સ્વાસ્થ્ય માટે હિતકારી સાબિત થાય છે. તો જાણીએ ઇમ્યૂનિટી બૂસ્ટર ફૂડ વિશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેથીદાણા: મેથીદાણામાં ફાઇબર વધુ માત્રામાં હોય છે. તે કબ્જને દૂર કરીને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. ડાયબિટીશના રોગી માટે તો તે રામબાણ ઇલાજ છે. જો મહિલાઓ પિરિયડ દરમિયાન રાત્રે પલાળેલ મેથીના દાણાનું સવારે સેવન કરે તો પિરિયડમાં થતી પીડાથી પણ રાહત મળે છે.
બદામ: તેમાં મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમા હોય છે. જે હાઇબ્લડપ્રેશરના દર્દી માટે કારગર છે. પલાળેલી બદામના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. તેમજ ચશ્માના નંબર પણ ઉતરે છે.
કિશમિશ: કિશમિશમાં આયરન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પલાળેલ કિસમિસને ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. તેમજ તે શરીરમાંની આયરનની કમીને દૂર કરે છે.
સૂકી દ્રાક્ષ: મેગેનેશિયમ, પોટેશિયમ, આયરનથી ભરપૂર હોય છે. સૂકી દ્વાક્ષનું નિયમિત સેવન કેન્સરની કોશિકાની વૃદ્ધિને રોકે છે. તેની સ્કિન પણ હેલ્ધી અને ગ્લોઇંગ રહે છે. એનીમિયા અને કિડની સ્ટોનના દર્દી માટે પણ સૂકી દ્વાક્ષ રામબાણ ઇલાજ છે.
અંકૂરિત મગ: મગ આયરન,ફાઇબર અને વિટામિન બીથી ભરપૂર છે. તેનું નિયમિત સેવન કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર માત્રામાં હોવાથી હાઇ બ્લડ પ્રેશરના દર્દીને લેવાની ડોક્ટર સલાહ આપે છે.
ખસખસ: આ ફોલેટ, થિયામિન, પેંટોથેનિક એસિડનો સારો સ્ત્રોત છે. તેમાં રહેલું વિટિમિન બી મેટાબોલિઝમને વઘારે છે. જેનાથી વધન નિયંત્રિત કરાવમાં પણ મદદ મળે છે.
કાળા ચણા: તેમાં ફાઇબર્સ અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય છે. જે ઇમ્યૂનિટિ બૂસ્ટર હોવાની સાથે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.
અળસી: અળસી અથવા તો ફ્લેકસ સીડસ આમેગો-3 ફેટી એસિડનો એક માત્ર શાકાહારી સોર્સ માનવામાં આવે છે. અળસીનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હાર્ટને હેલ્ધી રાખે છે.
ખસખસ: આ ફોલેટ, થિયામિન, પેંટોથેનિક એસિડનો સારો સ્ત્રોત છે. તેમાં રહેલું વિટિમિન બી મેટાબોલિઝમને વઘારે છે. જેનાથી વધન નિયંત્રિત કરાવમાં પણ મદદ મળે છે.