AMLA Benefits: વધતી ઉંમરની અસરને ઘટાડવા માટે શિયાળામાં આ સુપરફૂડનું સેવન કરો, જાણો તેના સેવનના જબરદસ્ત 7 ફાયદા
શિયાળામાં એવા અનેક સુપરફૂડ આવે છે. જે સ્વાસ્થ્ય માટે હિતકારી હોવાની સાથે સ્કિન અને વાળની સુંદરતા વધારવા માટે પણ ઉપયોગી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંબળા વિન્ટરનું સુપર ફૂડ છે. વિન્ટરમાં આંબળાનું સેવન હિતકારી છે. વિન્ટરનું સુપરફૂડ છે આંબળાનું નિયમિત સેવન કરવાથી રોગો શરીરથી દૂર રહે છે. આંબળાના સેવનના અનેક ફાયદા છે.
આંબળા એક ઇમ્યૂનિટિ બૂસ્ટર છે. કોલ્ડ અને વાયરસ સામે લડવામાં કારગર છે. તેના ગુણધર્મા શરીરને ઇન્ફેકશનના જોખમથી દૂર રાખે છે.
આંબળા વિટામિન “C”થી ભરપુર છે. જે સ્કિનને એવરયંગ રાખવામાં કારગર છે, હેર ગ્રોથ અને સ્કિનને એવરયંગ રાખવા માટે આપ તેનો પાવડર બનાવીને અથવા સૂકવણી કરીને બારેમાસ ઉપયોગ કરી શકો છો.
આંબળા માઉથ અલ્સરમાં પણ ઓષધ સમાન છે. વારંવાર મોંમાં ચાંદા પડી જતાં હોય તેવી સ્થિતિમાં આબળાનું સેવન દવાનું કામ કરે છે.
ડાયાબિટિશના દર્દીઓને પણ આંબળાના સેવનની સલાહ અપાય છે. આંબળામાં એવો ગુણધર્મ છે કે, તે બ્લડ શુગરને કન્ટ્રોલ કરે છે