Monsoon Baby Care: વરસાદમાં બાળકની આ રીતે લો કાળજી નહિ તો થઇ શકે છે આ સમસ્યા
ચોમાસામાં અનેક પ્રકારની બેક્ટેરિયલ અને વાયરલ સમસ્યાઓનો ખતરો રહે છે. આ સમસ્યાઓ ટાળવા માટે, તમારે સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો ચોમાસામાં તેમની વિશેષ કાળજી લો. જેથી બાળકોને બેક્ટેરિયાની સમસ્યાથી બચાવી શકાય. ચાલો જાણીએ ચોમાસામાં બાળકોની સંભાળ રાખવાની કઈ કઈ ટિપ્સ છે? (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોમાસામાં મચ્છર ઉત્પત્તિનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં બાળકોને હંમેશા મચ્છરદાનીમાં સૂવાડો. (Photo - Freepik)
ચોમાસામાં ઘરની બરાબર સફાઈ કરો. જેથી કરીને જો જમીન પર પડેલો કંઇ ખાવાનું બાળકોના મોંમાં જાય તો તેમને નુકસાન ન થાય. (Photo - Freepik)
મચ્છરનો ઉપદ્રવના કારણે સાંજે દરવાજો અને બારીઓ હંમેશા બંધ રાખો. . (Photo - Freepik)
ચોમાસામાં બાળકોને એલર્જીથી બચાવવા માટે માસ્ક પહેરો. (Photo - Freepik)
વચ્ચે – વચ્ચે ડાયપરને બદલતાં રહો. આ સિઝનમાં સ્કિન પર ફોલ્લીઓ અને લાલાશ થવાનું જોખમ ઘણું વધારે હોય છે. . (Photo - Freepik)
હાથ ધોવા એ સારી આદત છે, ખાસ કરીને જ્યારે પણ તમારું બાળક બહારથી ઘરે આવે છે, ત્યારે તેને હેન્ડવોશ કરાવવાની આદત પાડો(Photo - Freepik)