ગરમીમાં અમૃત સમાન ફળ છે શક્કર ટેટી, જાણો તેના સેવનના અદભૂત ફાયદા
શક્કરટેટીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોવાથી ગરમીમાં આ ફળના સેવનથી એક નહીં અદભૂત ફાયદા થાય છે. તે શરીરને હાઇડ્રેઇટ રાખે છે. શક્કર ટેટીમાં પ્રોટીન,કાર્બોહાઇડ્રેઇટસ, કેલેરી, વિટામિન એ,બી, ભરપૂર માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશક્કર ટેટી રક્ત શર્કરાને નિયંત્રિત કરે છે અને ડાયાબિટિશના સ્તરને નિયંત્રિત કરે છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં તેનું સેવન અમૃત સમાન છે.
શક્કર ટેટીટમાં વિટામીન એ અને બીટા કેરોટીનની માત્ર ભરપૂર હોય છે. જેની મદદથી આંખોને સ્વસ્થ રહેવામાં પણ મદદ મળે છે. તેનાથી મોતિયાબિંદના જોખમથી પણ બચી શકાય છે.
આ ફળના સેવનથી કબજિયાતની સમસ્યાથી પણ મુક્તિ મળે છે. શક્કરટેટીમાં મોજૂદ ડાઇટરી ફાઇબર્સ કબજિયાતની સમસ્યા દૂર કરવામાં કારગર છે. શક્કર ટેટીના સેવનથી ખાસ કરીને ગરમીમાં અદભૂત ફાયદા થાય છે.
હાર્ટ સંબંધિત સમસ્યાને પણ દૂર રાખવામાં શક્કર ટેટી ફાયદાકારક છે. તેના સેવનથી બ્લડ પાતળું બને છે. જેથી હાર્ટમાં સરળતી બ્લડનો રક્તસંચાર થાય,. જેથી આ ફળનું સેવન હાર્ટ અટેકના જોખમને પણ ટાળે છે.