Nita Ambani Sister MamtaDalal:નીતા અંબાણીની બહેન, મમતા આવી જીવે છે જિંદગી, જાણો કેવી છે તેની લાઇફ સ્ટાઇલ
Nita Ambani Sister MamtaDalal: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની લાઇફ સ્ટાઇલ સહિત તેના વિશે લોકો બહુ બધું જાણે છે. પરંતુ શું આપ નીતા અંબાણીની બહેન વિશે કંઇ જાણો છો? તે કેવી લાઇફ જીવે છે. તેની લાઇફ સ્ટાઇલ કેવી છે? જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુકેશ અંબાણીનો પરિવાર તેની રોયલ્ટી માટે હંમેશા ચર્ચામાં રહે છે, તો બીજી બાજુ નીતા અંબાણીનો પરિવાર મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે.
નીતા અંબાણી લગ્ન પહેલા સંયુક્ત પરિવારનો હિસ્સો રહી ચૂકી છે. નીતા અંબાણીના પિતા રવિન્દ્રભાઈ દલાલ, માતા પૂર્ણિમા દલાલ અને ભાઈ-બહેનો ખૂબ જ સામાન્ય જીવન જીવે છે. આજે અમે તમને નીતા અંબાણીની બહેનનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.
બહુ ઓછા લોકો જાણતા હશે કે નીતા અંબાણીની એક બહેન પણ છે. તો અમે તમને જણાવી દઈએ કે નીતા અંબાણીની એક બહેન છે જે તેમનાથી ચાર વર્ષ નાની છે. નીતા અંબાણીની બહેનનું નામ મમતા દલાલ છે.
નીતા અંબાણી એક પ્રખ્યાત બિઝનેસ ટાયકૂન છે, જ્યારે તેમની બહેન મમતા શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને ટીચિંગ કરે છે.
જણાવી દઈએ કે, પ્રખ્યાત ધીરુબાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં, જ્યાં નીતા અંબાણી સંસ્થાપક છે, તે જ સ્કૂલમાં તેમની નાની બહેન મમતા દલાલ પ્રાથમિક શિક્ષિકા છે. એટલું જ નહીં મામલા આ સ્કૂલનું મેનેજમેન્ટ પણ સંભાળે છે
નાની બહેનની જેમ નીતા અંબાણી પણ લગ્ન પહેલા ટીચિંગ પ્રોફેશન સાથે જોડાયેલા હતા. લગ્નના થોડા સમય પછી પણ નીતા અંબાણીએ સ્કૂલમાં ટીચર તરીકે કામ કર્યું હતું.
મમતા દલાલે પોતાના જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અત્યાર સુધી તે ઘણા સ્ટાર્સના બાળકોને ભણાવી ચૂકી છે. તેના કહેવા પ્રમાણે, તેણે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનથી લઈને સચિન તેંડુલકરના બાળકો સારા અને અર્જુન તેંડુલકરને બધાને શીખવ્યું છે.
મમતા દલાલે પોતાના જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અત્યાર સુધી તે ઘણા સ્ટાર્સના બાળકોને ભણાવી ચૂકી છે. તેના કહેવા પ્રમાણે, તેણે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનથી લઈને સચિન તેંડુલકરના બાળકો સારા અને અર્જુન તેંડુલકર તેના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે.
કહેવાય છે કે નીતા અંબાણીની જેમ તેમની બહેન મમતા પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો કે તે અંબાણી પરિવારની દરેક ઈવેન્ટમાં જોવા મળે છે.