શિલ્પા શેટ્ટીની આ બ્યુટી ટિપ્સ કરો ફોલો, ગ્લોઇંગ અને રિંકલ ફ્રી સ્કિન માટે એક્ટ્રેસ અનુસરે છે આ રૂટીનને
શિલ્પાની ઉંમર 46 વર્ષની થઇ ગઇ છે પરંતુ તેમ છતાં પણ તેમની સ્કિન આજે પણ યંગ અને ગ્લોઇંગ જ છે. જાણીએ તે કેવી રીતે સ્કિનની કેર કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્કિન કેર માટે શિલ્પા ફિક્સ નિયમિત રૂટીનને ફોલો કરે છે અને ડાયટનું રૂટીન પણ જાળવે છે,આપ પણ શિલ્પા જેવી ગ્લોઇંગ સ્કિન મેળવવા ઇચ્છતા હો તો આપ પણ આ રૂટીનને ફોલો કરી શકો છો.
સ્કિનને સ્મૂધ અને ગ્લોઈંગ બનાવવા માટે મોશ્ચરાઇઝર ખૂબ જ જરૂરી છે, તે નિયમિત મોઇશ્ચરાઇઝ યુઝ કરે છે.
શિલ્પા તેના ડાયટમાં તો પપૈયું હંમેશા લે છે પરંતુ આ સાથે તે સપ્તાહમાં બે વખત પપૈયાનો ફેસ પેક પણ લગાવે છે.
શિલ્પા ચહેરા પર લાગેલી ગંદકીને દૂર કરવા ક્લિન્ઝિર અને સ્ક્રર્બ કરે છે. તે કાચા દૂધથી સ્કિનને સાફ કરે છે.
શિલ્પા રાત્રે સૂતા પહેલા મેકઅપ રીમૂવ કરવાનું ક્યારેય નથી ભૂલતી તે સ્કિનને સારી રીતે સાફ કરીને નાઇટ ક્રિમ લગાવીને જ ઊંઘે છે.
શિલ્પા માને છે કે, ડાયટની સીધી અસર આપની સ્કિન પર પડે છે. આ માટે પૌષ્ટીક અને હેલ્ધી ડાયટ જ લેવું જોઇએ. તેનાથી સ્કિનનો ગ્લો બની રહે છે.
શિલ્પા શેટ્ટી દિવસમાં 2થી3 લીટર પાણી પીવે છે, બોડીને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીતા રહેવું જરૂરી છે. પાણીથી મોટાભાગના સ્કિનના પ્રોબ્લેમ દૂર થાય છે.
શિલ્પા નિયમિત યોગ અને વર્કઆઉટ પણ કરે છે, યોગ અને વર્કઆઉટ ન માત્ર બોડીને ફિટ રાખે છે પરંતુ સ્કિનનને પણ તરોતાજા અને ટાઇટ તેમજ ગ્લોઇંગ રાખે છે.