આલિયા ભટ્ટની ગ્લોઇંગ સ્કિનનું શું છે રાજ, જાણો, આ રીતે કરે છે સ્કિન કેર, એક ઇન્ટરવ્યુમાં બ્યુટી સિક્રેટ કર્યું શેર
આલિયા પોતાની જાતને ફિટ રાખવા માટે નિયમિત રીતે યોગ કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે એક્સરસાઇઝની સાથે ડાયટ પર વિશેષ ધ્યાન આપે છે. દર બે કલાકે કઇંને કઇં હેલ્ધી ફૂડ ખાય છે. તે નાસ્તામાં આમલેટ અથવા એગ લે છે.
ડાર્ક સર્કલ અને ડ્રાઇનેસન દુર કરવા માટે આલિયા આઇ ક્રિમનો ઉપયોગ કરે છે. ત્યારબાદ તે વોટરમેલન નાયસાઇનમાઇડ પણ લગાવે છે. જે વિટામીન બીનો એક પ્રકાર છે. જે સ્કિને સોફ્ટને મોશ્ચરાઇઝડ રાખે છે. તે હાઇપરપિગમેટેશનની પરેશાનીને પણ દૂર કરે છે.
તે કાર્ડિયો રનિંગ સહિતની નિયમિત એક્સરસાઇઝ પણ કરે છે, તે હવે પિલેટસ, યોગ, વેટ ટ્રેનિંગ અને ડાન્સ પણ કરે છે.
તે આંખની નીચે કેફિન સોલ્યુશન ડ્રોપનો ઉપયોગ કરે છે. તેનાથી આંખની નીચેના સોજા અને વોટર રિટેશનની સમસ્યા ઓછી થાય છે. આ સાથે તરબૂચના જ્યુસથી બનેલ મોશ્ચરાઇઝર લગાવે છે. તેમજ સનસ્ક્રિનનો પણ ઉપયોગ કરે છે.
આલિયાએ એક બીજી પણ મહત્વની વાત શેર કરી છે. આલિયા કહે છે કે, તાપમા જતાંના 20 મિનિટ પહેલા જ સનસ્ક્રિન અવશ્ય લગાવવું,સનબર્ન તાપથી સ્કિનની સુરક્ષા કરે છે. જો કે કંઇ પણ લગાવતા પહેલા સ્કિન સાફ હોવી જરૂરી છે નહિ તો તેનું રિઝલ્ટ વિપરિત મળે છે.