Tea: ચા પીવામાં આ દેશના લોકો છે નંબર વન, જાણો ભારતનો કેટલામો છે ક્રમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jun 2024 09:47 AM (IST)
1
વિશ્વમાં સૌથી વધુ ચા પીનારાઓની વાત કરવામાં આવે તો આ યાદીમાં પ્રથમ સ્થાન ભારતનું નથી પરંતુ સ્ટેટિસ્ટાના રિપોર્ટ અનુસાર ચા પીનારાઓમાં તુર્કી પ્રથમ સ્થાને આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અહીંના 87 ટકા લોકો રોજ ચા પીવે છે. આ પછી ચા પ્રેમીઓમાં કેન્યા બીજા ક્રમે આવે છે. અહીંના 83 ટકા લોકો ચાના શોખીન છે.
3
ચા પ્રેમીઓમાં મોરોક્કો ત્રીજા નંબરે આવે છે, અહીંના 79 ટકા લોકો ચા પીવાનું પસંદ કરે છે.
4
આ યાદીમાં ભારતનું નામ ચોથા નંબર પર આવે છે. આપણા દેશમાં ચા ખૂબ જ લોકપ્રિય હોવા છતાં દેશના 70 ટકા લોકો જ ચા પીવે છે.
5
આ લિસ્ટમાં પાંચમા સ્થાને આયર્લેન્ડનું નામ આવે છે, જ્યાં 64 ટકા લોકો ચા પીવે છે.
6
આમ માત્ર ભારતમાં જ નહીં વિશ્વના અનેક દેશોમાં મોટા પાયે ચા પીવામાં આવે છે.