પતિનું કોઇ અન્ય સાથે અફેર તો નથી ને, પાર્ટનરની આ આદતોથી તમે સરળતાથી જાણી શકશો
દુનિયામાં એવા થોડા જ લોકો છે જેમને સાચો પ્રેમ મળે છે. મોટાભાગના લોકો તેમના પાર્ટનર પ્રત્યે સ્પષ્ટ હોતા નથી. ચાલો આજે જાણીએ કે પતિનું કોઈ અન્ય સાથે અફેર હોય ત્યારે કેવી રીતે જાણી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમારો પતિ જે હંમેશા તમારી આસપાસ રહેતો હતો હવે દૂર રહેતો થઇ ગયો છે. કદાચ તમારી વચ્ચે ફિઝિકલ રિલેશનશીપ નથી. તો સમજો કે આ એક મોટી નિશાની હોઈ શકે છે કે તે કોઈ બીજાના પ્રેમમાં છે.
તમારો પતિ કોઈની સાથે ફોન પર જ નહીં પણ લેપટોપ પર પણ ચેટ મારફતે વાત કરી શકે છે.
જો તમને ઘરની બહાર જવાનું કહેવામાં આવે અથવા મિત્રો સાથે સમય પસાર કરવાનું કહેવામાં આવે. તો સાવધાન થઇ જાવ. તમારા પતિનું આ બદલાયેલું વર્તન તમારી અનુકૂળતા માટે નથી પણ પોતાની સગવડ માટે છે.
જો પતિ અગાઉ કામ કર્યા પછી ફોન અથવા લેપટોપને સ્પર્શ કરવામાં રસ દાખવતો નહોતો તે અચાનક લેપટોપ અથવા ફોન પ્રત્યે વધુ પ્રેમ બતાવવાનું શરૂ કરે છે અથવા આ બંને બાબતો પ્રત્યે વધુ સજાગ લાગે છે. જો તમારો પતિ કોઈને તેના ફોન અથવા લેપટોપને અડવા ના દે અને જો કોઈ ભૂલથી તેને અડે તો ચીસો પાડવાનું શરૂ કરી દે તો સમજો કે કંઈક ખોટું છે.
જે પતિ પહેલા નજીકના વાળંદ પાસે જતો હતો તે હવે સલૂનમાં જવાનું શરૂ કરી દે છે. તે પોતાના મોટા પેટને ઓછુ કરવા માટે જિમમા જવાનું શરૂ કરી દે છે. મોંઘા પરફ્યુમ વાપરવાનું શરૂ કરી દે છે, તો આ એક ખતરાની ઘંટડી છે. જો તમે અત્યારે ધ્યાન નહીં આપો તો થોડા દિવસો પછી તમારે પસ્તાવાનો વારો આવશે.