Women health: જો આપ આ એઝ ગ્રૂપમાં આવતા હો તો વિલંબ કર્યા વિના આ ટેસ્ટ કરાવવા જરૂરી
50 વર્ષની ઉંમરે હાર્ટ ચેક-અપ, તમારે દર વર્ષે ECG, Echo, EKG (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ) BP અને TMT કરાવવું જોઈએ.સાયકોલોજિકલ સ્ક્રીનિંગ આ ઉંમર સુધીમાં મહિલાઓ મેનોપોઝ થઈ જાય છે, જેના કારણે મહિલાઓને મૂડ સ્વિંગ, ડિપ્રેશન, નિંદ્રા, ચીડિયાપણું જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ ઉંમરે 75% સ્ત્રીઓમાં હોર્મોન ફેરફારો થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમારે દર વર્ષે કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ. જો આપને ડાયાબિટીસ, હાર્ટ કે કિડનીને લગતી કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ પર પણ જલ્દી ટેસ્ટ કરાવતા રહો.
આંખનું ચેક અપ ઉંમર વધવાની સાથે આંખોમાં મોતિયા કે ગ્લુકોમાની ફરિયાદ રહે છે. જેની નિયમિત પણે ડૉક્ટરની સલાહ લઈને તમારી આંખોની તપાસ કરાવતા રહેવું રહેવું જોઈએ.
બોન ડેન્સિટી ટેસ્ટ 60 વર્ષની ઉંમરે, પુરુષો અને સ્ત્રીઓ બંનેને હાડકાં સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વૃદ્ધોને આ ઉંમરે ઓસ્ટીયોપોરોસીસનું જોખમ વધી જાય છે. તેથી, વર્ષમાં એકવાર બોન ડેન્સિટી ટેસ્ટ કરાવો.