ચોમાસામાં આ સ્થળોનું ખીલી ઉઠે છે સૌદર્ય, મોનસૂન ટૂર માટે આ 6 બેસ્ટ છે ટૂરિસ્ટ પોઇન્ટ
શું તમે પણ તમારા પરિવાર અને મિત્રો સાથે ચોમાસાની મજા પ્રકૃતિના સાનિધ્યમાં માણવા માંગો છો, તો તમે વરસાદમાં ભારતના આ 6 સ્થળોની મુલાકાત લઈ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોનાવાલા અને ખંડાલા, મહારાષ્ટ્ર: સહ્યાદ્રી પર્વત પર સ્થિત લોનાવાલા અને ખંડાલા મુંબઈ અને પુણે નજીકના પ્રખ્યાત હિલ સ્ટેશન છે. લીલીછમ ટેકરીઓ અને ધોધ સાથે ચોમાસામાં આ સ્થળ વધુ સુંદર લાગે છે. પ્રાકૃતિક સૌંદર્ય અને આહલાદક હવામાન તેને પરફેક્ટ મોનસૂન પ્લેસ બનાવે છે.
શિલોંગ, મેઘાલયઃ મેઘાલયની રાજધાની શિલોંગમાં ચોમાસા દરમિયાન ઘણો વરસાદ પડે છે, જેના કારણે અહીંની લીલાછમ પહાડો અને ધોધ જોવાલાયક બની જાય છે.
વેલી ઑફ ફ્લાવર્સ, ઉત્તરાખંડ: વેલી ઑફ ફ્લાવર્સ એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જ્યાં આલ્પાઇન ફૂલો જોવા મળે છે. જ્યાં ચોમાસામાં સૌદર્ય સંપૂર્ણ ખીલી ઉઠે છે. ચોમાસું અહીં જવા માટેનો શ્રેષ્ઠ સમય છે.
અલેપ્પી, કેરળ: તેના બેકવોટર માટે જાણીતું, અલેપ્પી ચોમાસામાં હાઉસબોટ ક્રૂઝ માટે શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે. અહીંના બેકવોટર વરસાદથી સંપૂર્ણપણે ભરાઈ જાય છે અને આસપાસના પર્વતો વધુ હરિયાળી અને લીલાછમ બની જાય છે.
ઉદયપુર પણ મોનસૂન માટેનું સુંદર પ્લેસ છે. અહીં ભવ્ય મહેલો, તળાવો અને લીલાછમ બગીચાઓ માટે જાણીતું છે. જૂન-જુલાઈમાં, આ સ્થાન ગરમીથી રાહત આપે છે અને વરસાદ શહેરને વધુ રોમેન્ટિક બનાવે છે.
કુર્ગ, કર્ણાટક: કુર્ગ, જેને કોડાગુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કર્ણાટકનું એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે. ચોમાસા દરમિયાન, ધુમ્મસથી ઢંકાયેલી ટેકરીઓ, વહેતી નદીઓ અને ધોધ અતિ મનોહર લાગે છે. ટ્રેકિંગ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક ઉત્તમ સ્થળ છે.