Skin Care Tips: ત્વચા માટે ટામેટા કુદરતનું વરદાન, આ 7 રીતે કરો સ્કિન પર અપ્લાય, મળશે ગજબ રિઝલ્ટ
ટામેટા તમારી ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, આયર્ન, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે. ચાલો જાણીએ ત્વચા પર ટામેટા લગાવવાના ફાયદા...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટામેટા શુષ્ક ત્વચાને ઠીક કરીને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. તેના માટે એક ચમચી ટામેટાના રસમાં એક ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. થોડા સમય પછી તેને સ્વચ્છ પાણીથી સાફ કરો, શુષ્ક ત્વચાની સમસ્યામાં તમને રાહત મળશે.
ટામેટાંમાં લાઈકોપીન હોય છે, જે તમારા ચહેરાને યુવી કિરણોની હાનિકારક અસરોથી બચાવે છે. બીજી તરફ, જો તમને સન ટેનિંગની સમસ્યા છે, તો ટામેટાના રસમાં થોડો કાકડીનો રસ ભેળવીને ચહેરા પર લગાવો. સુકાઈ ગયા પછી ચહેરો સાફ કરો. તેનાથી સનબર્ન દૂર થશે.
બ્લેકહેડ્સની સમસ્યામાં પણ તમે ટામેટાંથી ફાયદો મેળવી શકો છો.તેના માટે ટામેટાંનો રસ તૈયાર કરો. તેમાં બે ચમચી ચોખાનો લોટ ઉમેરો, એક ચપટી હળદર ઉમેરો અને જ્યાં બ્લેકહેડ હોય ત્યાં લગાવો, જ્યારે તે સુકાઈ જાય ત્યારે ચહેરો સાફ કરી લો.
ટામેટામાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે જે વૃદ્ધત્વની અસરને ઓછી કરવામાં મદદ કરી શકે છે. તેના માટે બે ચમચી ટમેટાના રસમાં કેળાનો પલ્પ મિક્સ કરો. એક ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ ચહેરાને એક્સફોલિએટ કરશે અને ત્વચા યંગ દેખાશે.
ટામેટાં ત્વચાના સોજા અને બળતરાને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તેમાં વિટામિન એ અને વિટામિન સી મળી આવે છે જે ત્વચા માટે ઉપયોગી છે. તેમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે જે સોજાને ઓછો કરે છે.
ધૂળ અને પ્રદૂષણને કારણે ચહેરા પર ખીલ બહાર આવે છે. આ સ્થિતિમાં, તમે તમારા ચહેરા પર ટામેટાં ઘસી શકો છો. તેમાં વિટામિન એ અને સી હોય છે, જે ચહેરાને ડીપ ક્લિન કરે કરે છે. આ પીએચ લેવલને જાળવી રાખે છે. ખીલની સમસ્યાથી પણ બચી શકાય છે.
જો ચહેરા પર ખીલ કે ખીલના ડાઘ રહી ગયા હોય તો તેને દૂર કરવા માટે તમે ટામેટાંનો ફેસ પેક પણ લગાવી શકો છો. તેના માટે એક ચમચી ટામેટાંનો રસ, બે ચમચી ઓટ્સ, દૂધ, એક ચપટી હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય, તેને સાફ કરો, તેનાથી ડાઘ દૂર થઈ શકે છે.