Travel Tips: આ છે દુનિયાના 5 સૌથી અમીર દેશ, તેની સુંદરતાના કાયલ થઇ જશો તમે પણ, જાણો દરરોજ કેટલું કમાય છે દરેક વ્યક્તિ
Travel Tips: દુનિયામાં કેટલાય એવા દેશો છે જ્યાં સંપત્તિ ખૂબ વધારે છે. આ દેશોની જીડીપી અને માથાદીઠ આવક પણ અન્ય દેશોની સરખામણીમાં ખુબ જ વધુ છે. અહીં એક એવો દેશ પણ છે જ્યાં દરેક વ્યક્તિ એક દિવસમાં 20 હજાર રૂપિયા કમાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆયર્લેન્ડઃ- આ વર્ષે સૌથી અમીર દેશોની યાદીમાં આયર્લેન્ડ પ્રથમ સ્થાને છે. તે ખૂબ નાનો દેશ છે પરંતુ તેની પાસે અપાર સંપત્તિ છે. આ દેશ ઓછી વસ્તી અને આર્થિક સ્થિરતાને કારણે ખુબ જ સમૃદ્ધ છે. વિશ્વના કેટલાય ધનિક લોકોએ અહીં રોકાણ કર્યું છે અને સિદ્ધિઓ હાંસલ કરી છે. દુનિયાના ઘણા લોકો અને મહત્વપૂર્ણ સમૂહોએ પણ આ દેશમાં રોકાણ કર્યું છે.
લક્ઝમબર્ગઃ- 2023માં સૌથી ધનિક દેશોની યાદીમાં લક્ઝમબર્ગનું બીજું નામ છે. જીડીપી અને માથાદીઠ આવકની વાત કરીએ તો અહીં દરેક વ્યક્તિ આવકના મામલે આયર્લેન્ડ કરતા આગળ છે. આ દેશની વાર્ષિક સરેરાશ માથાદીઠ આવક 73 લાખ રૂપિયાથી વધુ છે. મતલબ કે અહીં એક વ્યક્તિ દરરોજ 20 હજાર રૂપિયા કમાય છે.
સિંગાપુરઃ- સિંગાપોર સૌથી અમીર દેશોની યાદીમાં ત્રીજા સ્થાને છે. આ એક ટાપુ દેશ છે, જ્યાં વસ્તી 59 લાખ 81 હજાર છે. તે ઘણા વર્ષોથી રોકાણ અને વ્યવસાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે અહીં વાર્ષિક સરેરાશ માથાદીઠ આવકની વાત કરીએ તો તે 53 લાખ રૂપિયા છે, એટલે કે અહીં દરેક વ્યક્તિ દરરોજ 14,000 રૂપિયા કમાય છે.
કતારઃ- 2023માં સૌથી અમીર દેશોમાં આગળનું નામ ગલ્ફ કન્ટ્રી કતારનું છે. માનવ વિકાસ સૂચકાંક અનુસાર, સંયુક્ત રાષ્ટ્રએ કતારને અત્યંત વિકસિત અર્થતંત્ર ગણાવ્યું છે. આ દેશમાં માથાદીઠ આવક 62,310 યુએસ ડૉલર એટલે કે 51 લાખ રૂપિયાથી વધુ છે. અહીં તેલ અને ગેસનો ભંડાર છે.
નોર્વેઃ- સૌથી ધનિક દેશોની યાદીમાં નોર્વે પાંચમા ક્રમે છે. આ એક યૂરોપિયન દેશ છે, જ્યાં વસ્તી ખુબ જ ઓછી છે. અહીંનો જીડીપી 82,000 ડૉલરથી વધુ છે. અહીં સરેરાશ વાર્ષિક આવક 84,000 ડૉલર એટલે કે 69 લાખ રૂપિયા રૂપિયા છે. નોર્વે ઘણા સમયથી ધનિક દેશોની યાદીમાં સામેલ છે.