Weight Loss: સ્ટ્રિક્ટ ડાયટ અને હાર્ડ વર્કઆઉટ બાદ પણ જો નથી ઉતરતું વજન, તો આ ભૂલ હોઇ શકે છે જવાબદાર
Weight Loss: તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે, વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ, પરંતુ અમે તમને જણાવીએ છીએ કે વજન ઓછું કરવાની જર્નિમાં શું ન કરવું જોઇએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવારંવાર વજન તપાસવું: તમારા વજનનું નિરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે, પરંતુ દરરોજ તમારું વજન માપવાથી તમારું વજન ઝડપથી ઘટશે નહીં. તમે તમારું વજન ફક્ત 15 દિવસ અથવા 1 મહિનાના અંતરાલમાં તપાસો.
જમ્યા પછી તરત જ આરામ ન કરો: જમ્યા પછી આળસ આવે તે સ્વાભાવિક છે. પરંતુ તમારે જમ્યા પછી અડધાથી 1 કલાક સુધી સૂવું જોઈએ નહીં. તેનાથી પેટની ચરબી વધે છે.
બહુ ઓછું ખાવુંઃ કેટલાક લોકો ઝડપથી વજન ઘટાડવા માટે બહુ ઓછું ખાય છે, પરંતુ ક્યારેક ભૂખ્યા રહેવાથી પણ વજન વધી જાય છે.
ડાયટ ફૂડ ખરીદવાનું ટાળોઃ જો કોઈ તમને કહે કે ડાયટ ફૂડ ખાવાથી તમારું વજન ઝડપથી ઘટશે તો તેને ખરીદવાનું ટાળો, કારણ કે તમે સાદો ખોરાક ખાઈને પણ તમારું વજન ઘટાડી શકો છો.
ભાગનું ધ્યાન ન રાખવુંઃ આહાર દરમિયાન ખોરાકના ભાગનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તમારી થાળીમાં લીલા શાકભાજીનો ભાગ 50%, 25% કાર્બોહાઈડ્રેટ અને 25% પ્રોટીન હોવો જોઈએ.
વધુ પડતી કસરત કરવાનું ટાળો: ઘણી વખત લોકો ઝડપથી વજન ઘટાડવા માટે હાર્ડ વર્કઆઉટ કરવાનું શરૂ કરે છે, પરંતુ તમારે હંમેશા વધારે કસરત કરવાનું ટાળવું જોઈએ. તમારે બોડી હિસાબે કસરત કરવી જોઈએ.
ઝડપથી ખાવું: એવું જરૂરી નથી કે તમારે દર 2 કલાકે ખાવું પડે, જ્યાં સુધી તમને ભૂખ ન લાગે ત્યાં સુધી તમારે કંઈપણ ન ખાવું જોઈએ.તેમજ ઝડપથી નહિ પરંતુ શાંતિથી ચાવીને ખાવું જોઇએ