Weight Loss: બેલી ફેટથી છુટકારો મેળવવા ઇચ્છો છો, તો આ 4 વસ્તુનું કરો સેવન થશે ફાયદો
આજની બદલતી જીવનશૈલીના કારણે પેટ પર ચરબી જામી જવી એક સમાન્ય સમસ્યા બની ગઇ છે. એક્સરસાઇઝની સાથે આપ ડાયટમાં ફેરફાર કરીને પણ બેલી ફેટથી છુટકારો મેળવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજમામાં કેલ્શિયમ, વિટામિન સી, ફાઇબર, ભરપૂર માત્રામાં હોય છે. જે પેટની ચરબીને છૂટકારો અપાવમાં કારગર છે.બેલી ફેટને ઓછું કરવા અજમાને પણ ડાયટમાં સામેલ કરી શકો છો.
કાકડી શરીરને હાઇડ્રેઇટ રાખે છે. તે બેલી ફેટ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ખૂબ જ ઓછી માત્રામાં કેલેરી હોય છે. તે પાચન તંત્રને દુરસ્ત રાખે છે. તેનાથી લિવર પણ હેલ્થી રહે છે.
બદામ ફાઇબરનો સારો સ્ત્રોત છે. રોસ્ટેડ બદામ સ્નેકમાં લઇ શકો છો. રાત્રે પાણીમાં પલાળેલી બદામ સવારે ભૂખ્યા પેટે ખાવાથી ફાયદો થાય છે.
વજન ઘટાડવા માટે પપૈયું ખૂબ જ અસરકારક છે. પપૈયામાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, તેમાં ઓછી કેલરી સાથે વિટામિન એ, સી અને ફાઈબર સારી માત્રામાં હોય છે. તેમાં રહેલા પોષક તત્વો પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમે પેટની ચરબીથી છુટકારો મેળવવા માટે તમારા આહારમાં પપૈયાને અલગ-અલગ રીતે સામેલ કરી શકો છો.