West Indies Places to Visit in India: ફરવા માટેના વેસ્ટ ઇન્ડિયાના આ સ્થળ છે બેસ્ટ, અહીં કરો ટૂર પ્લાન
West India Destinations: જો આપ નવી-નવી જગ્યાઓ ફરવાના શોખીન છો, તો ભારતના વેસ્ટિ ઈન્ડિયામાં એવા કેટલાક શ્રેષ્ઠ સ્થાનો છે જ્યાં આપ અહીં વીકેન્ડ ટૂરનું આયોજન કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્થળો આપને વિદેશ પ્રવાસની મોજ આપે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. હા, આપણા ભારતના ઘણા એવા સ્થળો છે જ્યાંની સુંદરતા જોઈને આપ વિશ્વાસ નહીં કરી શકો કે, આપે પહેલા અહીં આવવાનું આયોજન કેમ નથી કર્યું.
વેસ્ટ ઇન્ડિયાના આ મન મોહી લેતા પ્લસેસ વિશે જાણીએ...
ઉદયપુર ભારતનું સૌથી રોમેન્ટીક પ્લેસ છે. લેક,મહલ, હવેલી,મંદિર, સિવાય શોપિંગ સ્પોટ આપને અહીં બીજી વખત આવવા પણ મજબૂર કરી દે છે.
મહાબળેશ્વર મહારાષ્ટ્ર રાજ્યનું સૌથી સુંદર સ્થળોમાંનું એક છે, તે પશ્ચિમ ઘાટના ગાઢ જંગલોથી ઘેરાયેલું છે. અહીં આવીને તમે કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકો છો.
માઉન્ટ આબુ રાજસ્થાનનું હિલ સ્ટેશન છે જે તેની સુંદરતા માટે જાણીતું છે. અરવલ્લી પર્વતમાળાઓથી ઘેરાયેલા આ સ્થાન પર આપ બોટિંગ કરી શકો છો, સાથે જ તમે અહીં હનીમૂન પોઈન્ટ અને સનસેટ પોઈન્ટની પણ મોજ માણી શકો છો.
જેસલમેર જૂના યુગની યાદ અપાવે છે. જેસલમેર ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે. થાર રગિસ્તાનના અંતહિન વિસ્તાર સાથે આપ અહીં કેમલ રાઇડ, ડેર્જડ કેમિંગ, ટિબ્બા બેશિઘ જેવા એડવેન્ચર સ્પોર્ટસની મજા લઇ શકો છો.
ગોવા મોટાભાગના લોકોનું ડ્રીમ ડેસ્ટિનેશન છે. આપ દરિયા કિનારે આરામની ક્ષણો માણી શકો છો. આ સાથે સાથે જો તમે કોઈ એડવેન્ચર કરવા માંગતા હોવ તો તમે ઘણી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનો આનંદ લઈ શકો છો. ઉપરાંત, તમે આપ આપના પાર્ટનર સાથે અહીં નાઇટ લાઇફનો આનંદ માણી શકો છો.