Winter Tips: શિયાળામાં ચહેરાની સુંદરતા જાળવવા માટે તમારા રૂટીનમાં સામેલ કરો આ ડિટોક્સ ડ્રિંક્સ
દાડમનું ડિટોક્સ પીણું પીવાથી શરીરમાં લોહીની ઉણપ નથી થતી, જેના કારણે ચહેરા પર ગ્લો આવવા લાગે છે. જો તમે દાડમનો રસ આમળામાં ભેળવીને પીવો છો તો તે બ્લડ પ્યુરિફાયર બની શકે છે, જેથી ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા નહીં રહે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્લોઈંગ સ્કિન માટે તમે દુધીનું ડિટોક્સ ડ્રિંક પણ પી શકો છો. દુધીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે જે તમારી ત્વચાનું તેજ જાળવી રાખવામાં મદદ કરે છે અને ત્વચા પર કરચલીઓ પડતી અટકાવે છે.
નારંગીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી ત્વચાનો રંગ પણ નિખારે છે. ઓરેન્જ ડિટોક્સ ડ્રિંક પીવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે, સાથે જ ત્વચાને ચમકદાર રાખવામાં પણ મદદ મળે છે.
રિસર્ચ અનુસાર, કીવી અને લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, આ સિવાય તેમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે, જે પાચનતંત્રને સંતુલિત રાખે છે. જો પેટ સાફ હોય તો ત્વચા સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા ઓછી રહે છે. આવી સ્થિતિમાં દરરોજ નાસ્તામાં આ પીણું સામેલ કરો, તમને સારું પરિણામ મળશે.