Skin Care Tips: ત્વચાની કરચલીને દૂર કરવા માટે આંબળાના જ્યુસનો આ રીતે કરો ઉપયોગ
આમળામાં વિટામિન-સી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો ભરપૂર પ્રમાણમાં હોય છે. તે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા ગુણો ત્વચાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ આમળાના રસનો ઉપયોગ કઈ રીતે કરવો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજકાલ બદલાતી જીવનશૈલી, સ્ટ્રેસ, ઊંઘની કમી વગેરેને કારણે નાની ઉંમરમાં જ કરચલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં મહિલાઓ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જો તમે ઈચ્છો તો કરચલીઓથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપાય પણ અપનાવી શકો છો.
આંબળાનો રસ ત્વચાની કરચલીઓ દૂર કરી શકે છે. ચાલો જાણીએ, ત્વચાની રેખાઓથી રાહત મેળવવા માટે આ રસનો ઉપયોગ કઈ રીતે કરવો.
આ માટે એક બાઉલમાં એક ચમચી મધ લો, તેમાં આમળાનો રસ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો, હવે તેને ચહેરા પર લગાવો, લગભગ 15-20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તમે આ પ્રક્રિયા અઠવાડિયામાં 2-3 વખત કરી શકો છો.
આ મિશ્રણનો ઉપયોગ કરીને તમે ત્વચાની કરચલીઓથી રાહત મેળવી શકો છો. આ માટે એક બાઉલમાં એક ચમચી ઓલિવ ઓઈલ લો, તેમાં આમળાનો રસ ઉમેરો. આ મિશ્રણને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો, લગભગ 15-20 મિનિટ બાદ પાણીથી ધોઈ લો.
એક નાની બાઉલમાં એક ચમચી નારિયેળ તેલ લો, તેમાં એક ચમચી આમળાનો રસ ઉમેરો. આ મિશ્રણથી ચહેરા પર મસાજ કરો, થોડીવાર પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2-3 વખત આ પેકનો ઉપયોગ કરી શકો છો.
સૌ પ્રથમ કેળાને મેશ કરો, તેમાં એક ચમચી આમળાનો રસ ઉમેરો. આ ફેસ પેકથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો, લગભગ 15-20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.