Hair Care Tips: વાળને સ્મૂધ અને સાઇની બનાવવા માટે ઘર પર જ કરી જુઓ આ ટ્રીટમેન્ટ, આપશે સલૂન ટ્રીટમેન્ટ જેવું રિઝલ્ટ
જો આપ સલૂનમાં ટ્રીટમેન્ટ લીધા વિના કુદરતી રીતે જ હેરને સ્મૂધ અને સાઇની લૂક આપવા માંગતા હો તો આ ઘરલુ સરળ નુસખા કારગર છે. અજમાવી જુઓ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપ ઘર પર જ કેટલીક વાતોનું ધ્યાન રાખીને વાળને સ્મૂધ સિલ્કી બનાવી શકો છો. જાણીએ હેરને સ્મૂધ કરવાના ક્યાં છે સરળ ઘરેલુ નુસખા
ઈંડાનો ઉપયોગ કરવાથી વાળ સિલ્કી બની શકે છે. ઈંડામાં રહેલા પ્રોટીન અને અન્ય પોષક તત્વો વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે એક બાઉલમાં ઈંડું તોડી તેમાં અડધી ચમચી ઓલિવ ઓઈલ અને મધ ઉમેરો. આ પેકને વાળમાં લગાવો. લગભગ 30 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
એલોવેરામાં રહેલા ગુણો વાળને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ માટે એક બાઉલમાં પલાળેલા મેથીના દાણાની પેસ્ટ લો, તેમાં એરંડાનું તેલ ઉમેરો. હવે આ પેસ્ટને વાળમાં લગાવો. લગભગ 30 મિનિટ પછી વાળ ધોઈ લો.
બનાના માસ્ક-કેળામાં વિટામિન-સી, પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. આ માટે એક બાઉલમાં કેળાને મેશ કરો, તેમાં દહીં અને ગુલાબજળ ઉમેરો. આ પેકને વાળમાં લગાવો, લગભગ 30 મિનિટ પછી હેર વોશ કરી લો
એપલ વિનેગર લગાવો-એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરીને તમે વાળની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. આ માટે વાળમાં વિનેગર લગાવો, થોડી વાર પછી તેને પાણીથી ધોઈ લો.
વાળને મુલાયમ બનાવવા માટે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે નારિયેળના તેલમાં ઓલિવ ઓઈલ મિક્સ કરો. તેને વાળના મૂળમાં મસાજ કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય રહેશે અને વાળ પણ મુલાયમ રહેશે.