Parenting Tips: બ્રેસ્ટ મિલ્ક વધારવા ધ્યાનમાં રાખો આ વાત, બાળકની માતાને થશે અનેક ફાયદા
મોટાભાગની સ્તનપાન કરાવતી મહિલાઓ ઓછા બ્રેસ્ટ મિલ્કના કારણે પરેશાન હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો ચિંતા કરશો નહીં. તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો જે મહિલાઓ બ્રેસ્ટ મિલ્ક ઓછું આવે છે તેમણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાતાનું દૂધ બાળક માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ કેટલીક મહિલાઓને બ્રેસ્ટ મિલ્ક ઓછું આવતું હોવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ઓછા બ્રેસ્ટ મિલ્કની સમસ્યા વિશે ચિંતા કરશો નહીં. આજે અમે તમને બ્રેસ્ટ મિલ્ક વધારવાની કેટલીક સરળ ટિપ્સ જણાવીશું.
બ્રેસ્ટ મિલ્ક વધારવા માટે બાળકને સ્તનપાન કરાવતા અગાઉ ગરમ શેક લો. આનાથી બ્રેસ્ટ મિલ્કને બહાર આવવામાં સરળતા રહેશે. તમે બ્રેસ્ટ મિલ્ક બહાર કાઢવા માટે પંપનો પણ ઉપયોગ કરી શકો છો.
આ સિવાય સ્તનપાન કરાવતી મહિલાઓએ લીલા શાકભાજી, ફળો, કઠોળ, દૂધ અને દહીં જેવો પૌષ્ટિક આહાર ખાવો જોઇએ.
આ સિવાય એવા પ્રવાહીનું સેવન કરો, જે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે ફળોનો રસ, દૂધ, પાણી વગેરે. સ્તનપાન કરાવતી મહિલાઓએ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને તણાવથી બચવું જોઈએ. આવી મહિલાઓએ દરરોજ યોગ, ધ્યાન અને કસરત પણ કરવી જોઈએ.