Bridal Mehendi Trends 2022: બ્રાઇડલ આકર્ષક લૂક માટે દીપિકાથી માંડીને આલિયા સુધીની આ મહેંદીની ડિઝાઇન કરો કોપી
Bridal Mehendi Trends 2022: હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. લગ્નમાં મહેંદી વિના શૃંગાર અધુરો રહે છે. તો સેલેબ્સની મહેંદી ડિઝાઇન પર નજર કરીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્ન હોય કે નાના-મોટા ફંકશન મહેંદી વગર અધૂરા છે. આજે અમે તમને એવી મહેંદી ડિઝાઇન જણાવીશું, જે યુનિક લૂક આપશે.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પોતાના લગ્નમાં કોઈ પ્રિન્સેસથી ઓછો ન દેખાય.જો આપની પણ આવી ઇચ્છા હોય તો આપ આ સેલેબ્સની મહેંદીની કોપી કરી શકો છો.
દીપિકા પાદુકોણની મહેંદી ડિઝાઇન પણ ખૂબ જ આકર્ષક હતી. તેમાં સુંદર કમળ, મોર,પાનની ઝીણી ડિઝાઇન જોવા મળે છે.
ટ્રેડિશનલ મહેંદીને કોપી કરવા ઇચ્છતા હો તો સોનમ કપૂરની આ સ્ટાઇલ બેસ્ટ છે, જાળી અને ફ્લોરલ ડિઝાઇન આકર્ષક લૂક આપશે.
પ્રિયંકા ચોપરા મહેંદી યાદ છે. જેમાં તેમણે ગિટારની ડિઝાઇન કરાવી હતી. જેમાં તેના પતિ નિકની સાઇન પણ હતી. આ પતિને સ્પેશિયલ ફીલ કરાવવા માટે આ સ્ટાઇલ પણ કોપી કરી શકો છો.
આપ એક જ ડિઝાઇનથી કંટાળી ગયા હો તો મૌની રોયની આ મહેંદી ડિઝઇન પણ ટ્રાય કરી શકો છો.
આલિયા ભટ્ટનો બ્રાઇડલ લૂક આપે જોયો હશે. સિમ્પલ પણ આકર્ષક લૂક આપતી આ ડિઝાઇન પણ આ ટ્રાય કરી શકો છો.