Wedding Outfit: મરેજેમાં ટ્રાય કરો આ ટ્રેડિશનલ, સ્ટાઇલિશ આઉટફિટ, આપશે યુનિક લૂક
લગ્નસરાની સિઝન શરૂ થઇ ગઇ છે. આ સિઝનમાં આપ ટ્રેડિશનલ પણ આકર્ષક અને સ્ટાઇલિશ આઉટફિટ કેરી કરવા ઇચ્છો છો તો બોલિવૂડ એક્ટ્રેસ સંજના સાંધાથી પ્રેરણા લઇ શકો છો. આ લહેંગા ખૂબ જ સ્ટાઇલિશ લૂક આપશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટા પડદા પર ધમાલ મચાવતી સંજના સાંઘી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ સંજનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરી છે. જેમાં તેણે મલ્ટી કલરનો લહેંગા પહેર્યો છે. આ સ્ટાઇલિશ લહેંગા કોઈપણ વેડિંગ ફંક્શન માટે પરફેક્ટ છે. આ સાથે તેને ગળામાં ફક્ત ચોકર સેટ પહેર્યો છે. તેણે કાનમાં કંઈ પહેર્યું નથી અને તેના વાળ ખુલ્લા રાખીને લૂકને કમ્પલિટ કર્યો છે.
આ પ્રકારનો લહેંગા કોઈપણ મહેંદી સેરેમની માટે સ્ટાઇલિશ લાગશે. સંજના સાંઘીએ ગ્રીન સિલ્કના લહેંગા સાથે કોન્ટ્રાસ્ટ કલરની બોર્ડરવાળો દુપટ્ટો ટીમ કર્યો છે. સાથે બિગ એરિંગ ક્લાસિક લૂક આપી રહ્યાં છે.
આજકાલ કોટનો ખૂબ જ ક્રેઝ છે. કોઇ પણ ઓકેઝન હોય લૂઝ કોટ અને પેન્ટ હાલ ટ્રેન્ડમાં છે. તો આ પ્રકારના સીક્વન્સ કોટ આપ વેડિંગ કોકટેલ પાર્ટી, સંગીત કે મહેંદી સેરેમનીમાં કેરી કરી શકો છો. ખૂબ ડિફરન્ટ અને સ્ટાઇલિશ લૂક આપશે.
લગ્ન દરમિયાન લાલ રંગ ખૂબ જ સુંદર દેખાય છે. આવી સ્થિતિમાં, જો તમે લાલ રંગમાં કંઈક અલગ ટ્રાય કરવા માંગતા હોવ, તો આ રીતે તમે રાજસ્થાની પ્રિન્ટેડ લહેંગા કેરી કરી શકો છો.
સંજના સાંઘીએ આ લહેંગાને ખૂબ જ સિમ્પલ રીતે કેરી કર્યો છે. જેમાં તેણે દુપટ્ટો નથી લીધો પરંતુ માત્રા ટોપ ફોર્મમાં જ કેરી કર્યું છે. આ સાથે નેકલેસ અને મેચિંગ એરિંગથી લૂક કમ્પલિટ કર્યોં છે.
જો આપ વેડિંગ ફંક્શન માટે કંઇક અલગ ટ્રાય કરવા માંગો છો, તો તમે આ પ્રકારના લહેંગા કેરી કરી શકો છો. મલ્ટીકલર ડીપ નેક બ્લાઉઝ સાથેનો આ લહેંગા આપની હાઇટને વધુ લાંબી બતાવશે. સંજનાએ મિનિમલ મેકઅપ સાથે હાફ હેર પોની ટેલ સાથે એરિંગ પહેર્યાં છે.