Women health : પ્રેગ્નન્સીમાં ગેસની સમસ્યાથી પરેશાન છો? તો ડાયટમાં સામેલ કરો આ ફૂડ મળશે રાહત
દરેક મહિલા માટે મા બનવાનો અહેસાસ ખૂબ જ સુંદર હોય છે. જો કે પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ એક નહી પરંતુ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમાંથી સૌથી મોટી સમસ્યા છે ગેસ, આ સમસ્યાના કારણે પેટ ફુલવું, માથામાં દુખાવો જેવી અનેક સમસ્યા વધી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘર અને ઓફિસમાં નોર્મલી કામ કરતા રહો, જમ્યાં બાદ ટહેલવાનું રાખો,રોજ થોડો સમય ટહેલવાની આદત પાડો. તેનાથી આહાર સરળતાથી પચી જશે અને ગેસ નહી બને.
પ્રેગન્ન્સી દરમિયાન ખૂબ પાણી પીઓ. જેનાથી હાઇડ્રેઇટ રહેવાશે અને પાણીની કમી નહિ થાય, તાજા ફળોનો જ્યુસ લેવાની આદત પાડો.
ડાયટમાં લીંબુના પાણીને અવશ્ય કરો સામેલ, તેનાથી પાચન સારૂ થાય છે અને ગેસ બનતો નથી.
કોલ્ડડ્રિન્ક કે વાઇન ન પીઓ કારણ કે તેનાથી પેટમાં કાર્બન ઓક્સોસાઇડ પેદા થાય છે. જેનાથી ગેસની સમસ્યા થાય છે.
એક સાથે ઠાંસી-ઠાંસીને ખાવાના બદલે દિવસભરમાં થોડા સમયાંતરે કંઇક ને કંઇક ખાવાનું રાખો, કારણ કે એક જ ટાઇમ ઠાંસી ઠાંસીને ખાવાથી પણ ગેસ થાય છે.