Patchouli Oil:સેલેબ્સનું બ્યુટી સિક્રેટ છે આ આયુર્વૈદિક તેલ, જાણો તેના અમેજિંગ ફાયદા
પચૌલી એક પ્રકારનો આયુર્વેદિક છોડ છે. પચૌલીમાંથી નીકળતું તેલ ત્વચાને મોટા પ્રમાણમાં ફાયદો કરે છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ સૌંદર્ય ઉદ્યોગમાં થાય છે ... ચાલો તેના ફાયદાઓ જાણીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપચૌલી તેલમાં સોજા વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચાનો સોજો અને બળતરાને ઘટાડે છે. આ શુષ્ક ત્વચા, પિમ્પલ અને ખીલ જેવી મુશ્કેલીઓમાં રાહત આપે છે.
પચૌલી તેલમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો પણ છે, જે શરીરમાં ચેપ સામે રક્ષણ આપે છે. તેમા ટિટાનસ જેવા ચેપથી પણ રક્ષણ આપે છે
પચૌલીનું તેલ એન્ટી એજિંગ તત્વોથી ભરપૂર છે. તે સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. તે કોલેજનના ઉત્પાદનને બૂસ્ટ કરે છે. જે સ્કિનને લાંબા સમય સુધી યંગ રાખે છે.
પચૌલી તેલનો ઉપયોગ મસાજ જેવા ઉપચારમાં થાય છે. તેનું સુગંધિત તેલ મગજને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે.
પચૌલી તેલમાં હીલિંગ પાવર હોય છે, જે કોઈપણ ઘા અને ઈજાને મટાડવામાં મદદરૂપ થાય છે. તે ઝડપથી નવા કોષો બનાવે છે, જે ઘાને મટાડે છે.
આ તેલ ઇન્ફ્લેમેટરી અને એન્ટીસેપ્ટિક ગુણોથી સભર છે. જે સ્કિનને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવમાં પણ મદદ કરે છે.