Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Women's Day Special: આ છે ભારતની સૌથી અમીર મહિલાઓ, જાણો તેમની પાસે કેટલી સંપત્તિ છે
કિરન મજૂમદાર શૉઃ સૈપ્રથમ વખત વાત કરીએ બાયોકોન ફાઉંડર કિરન મજૂમદાર શૉની તો કિરન દેશની સૌથી અમીર મહિલાઓમાં ગણાય છે. હુરુન ગ્લોબલ રીચ લીસ્ટ - 2021 પ્રમાણે કિરનની કુલ સંપત્તિ 4.8 બિલિયન ડોલર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોદરેજ કંપનીના વારસ સ્મિતા વી કૃષ્ણા હુરુન ગ્લોબલ રીચ લીસ્ટ - 2021માં બીજા નંબર પર આવે છે. તેમની કુલ સંપત્તિ 4.7 બિલિયન અમેરિકન ડોલર છે.
મંજૂ દેશબંધુ ગુપ્તાઃ લુપીન લીમીટેડ (Lupin Limited)ના કો-ફાઉંડર દેશબંધુ ગુપ્તાના પત્ની મંજૂ દેશબંધુ ગુપ્તા પણ અમીર મહિલાઓમાં આવે છે. તેમની અનુમાનિત કુલ સંપત્તિ 3.3 બિલિયન ડોલર છે.
લીના ગાંધી તિવારીઃ લીના ગાંધી તિવારી જેનરિક ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કરતી કંપની USV પ્રાઈવેટ લીમીટેડની ચેરપર્સન છે. તેમની કુલ સંપત્તિ 21 બિલિયન ડોલર હોવાનું મનાય છે.
રાધા વેમ્બુઃ ઝોહો કોર્પોરેશન Zoho Corporationમાં બહુમતી સ્ટોક ધરાવતા સ્ટેકહોલ્ડર છે. રાધા વેમ્બુની કુલ સંપત્તી 1.7 કરોડ અમેરિકી ડોલર હોવાનું મનાય છે.