Year Ender 2021:કોરોના કાળમાં આવ્યો ઓનલાઇન મેરેજનો ટ્રેન્ડ, કાર્ડ, ગિફ્ટ અને ગેસ્ટ બધું જ રહ્યું ડિજિટલ
વર્ષ 2021માં કોરોના વાયરસના ખતરા વચ્ચે વિત્યું. આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં અનેક પ્રતિબંધો લગાવાયા હતા.આ સમયે લોકો એકબીજાને પ્રત્યક્ષ મળી શકતા નથી. લગ્ન સમારોહ, પાર્ટી સહિતના ફંકશન પર પ્રતિબંઘ હતો. આ સમયે ઓનલાઇન મેરેજનો ટ્રેન્ડ વધ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવચ્યુઅલ લગ્નમાં ન તો વધુ મહેમાનને આમંત્રિત કરાયા કે ન તો કાર્ડ અપાયા. માત્ર ડિજિટલ કાર્ડ દ્રારા જ તેમને આમંત્રણ અપાયું હતું. લગ્નમાં મહેમાન લાઇવ વીડિયોથી જોડાયા હતા અને વરવધુને આશીર્વાદ આપ્યાં હતા.
આ વર્ષે એવા પણ લગ્ન યોજાયા જેમાં વર-વધુ તો હતા પરંતુ લગ્ન કરનાર પંડિત ન હતા. આ પ્રકારના લગ્નમાં પંડિતે વીડિયો કોલ કરીને શ્વોક બોલ્યા અને લગ્નની વિધિ આ રીતે સંપન્ન કરાવી હતી. તો મોલવીએ વીડિયો કોલ કરીને નિકાહ કરાવ્યાં.
કોરોનાના કાળમાં લોકો લોકો લગ્નમાં પ્રત્યક્ષ રીતે ન હતા જોડાઇ શકયા આ સ્થિતિમાં . લગ્નમાં મહેમાન લાઇવ વીડિયોથી જોડાયા હતા અને વરવધુને આશીર્વાદ આપ્યાં હતા. તો ગિફટ પણ ઓનલાઇન એપના માધ્યમથી પહોંચાડવામાં આવી હતી. તો કોઇએ ગુગલ પે જેવી એપ દ્રારા ચાંદલો મોકલ્યો.