Health tips: અપચાના કારણે આપનું પેટ ફુલી જાય છે? તો આ હેલ્ધી રૂટીનને ફોલો કરી મેળવો છુટકારો
પેટ ફુલવું આજે મોટાભાગના લોકોની સમસ્યા છે. આ સ્થિતિને દૂર કરવા લોકો ક્રેશ ડાયટિંગનો સહારો લે છે. જો કે માત્ર ફેટના કારણે નહી અપચાના કારણે પણ આ સમસ્યા થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપ પણ અપચો અને પેટની સમસ્યાથી પીડિત હો તો યોગ સહિતની આ આદતોને દિનચર્યામાં સામેલ કરીને તેને દૂર કરી શકો છો.
પહેલા સમજી લઇએ કે અપચો શું છે અને તેના લક્ષણો ક્યાં છે. અપચો એટલે જે જમીએ છીએ તેનું યોગ્ય રીતે પાચન ન થતાં પેટ ફુલી જાય છે.અપચામાં પેટના ઉપરના ભાગમાં દુખાવો થાય છે. અપચાના કારણે ઉબકા, ઉલ્ટી, ગભરામણ, બેચેની પેટ ભારે ભારે મહેસૂસ થાય છે.
અપચો ઓવર ઇટિંગ અને મસાલાદાર ઓઇલી ભોજન તેમજ ધૂમ્રપાન કરવાથી તેમજ મોડી રાત્રે ઓઇલી અનહેલ્થી ફૂડ ખાવાથી થાય છે.
આપ યોગની દિનચર્યામાં સામેલ કરીને આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. આ માટે રોજ સવારે સૂર્ય નમસ્કાર કરો. તેનાથી પાચન ઝડપથી થશે અને પેટ હળવું થશે
મંડૂકાસનને પણ નિયમિત રૂટીનમાં સામેલ કરો, તેનાથી આંતરડાની શક્તિ વધે છે અને પૈંક્રિયાસ એક્ટિવ રહે છે.
અર્ધમત્સ્યેન્દ્રાસન આંતરડા અને કિડનીને દુરસ્ત રાખે છે ને લીવરને મજબૂત બનાવે છે. ઉપરાંત તાડાસન પણ કબજિયાત એસિડીટી અને અપચાને દૂર કરે છે.
વીરાસન અપચાની સમસ્યાને દૂર કરીને પેલ્વિક મસલ્સને ટોન કરે છે. કટિચક્રાસન કમર પેટને ઓછું કરવામાં કારગર છે.
એક સાથે ઠાંસી-ઠાંસીને ખાવાના બદલે ભારે દિવસભર નાના-નાના મીલ દ્વારા ભોજન લો, ઉપરાંત સ્મોકિંગ બંધ કરો અને ઓઇલી સ્પાઇસી ફૂડને પણ અવોઇડ કરો,
લંચ-ડિનર કે નાસ્તો કંઇ પણ લીધા બાદ 15થી 20 મિનિટના વોકિંગની આદત પાડો. તેનાથી પણ પેટ ફુલવાની અને અપચાની સમસ્યાથી મુક્તિ મળશે.