Navjot Kaur Sidhu:નવજોત સિદ્ધુની પત્નીના કેન્સરના નિદાન બાદ પાંચમાં કિમા બાદની તસવીરો કરી શેર, આપ્યું હેલ્થ અપડેટ
Carcinoma Cancer: પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને પત્ની ડૉ.નવજોત કૌર સિદ્ધુની તબિયત વિશે જાણકારી આપી હતી. તેને ડાબા સ્તનમાં સ્ટેજ 2 કાર્સિનોમા કેન્સર હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિદ્ધુ આજકાલ અવારનવાર પોતાની પત્ની સાથે ફોટો શેર કરતા રહે છે. આ વખતે તેણે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે, જેમાં તે પોતાની પત્નીને પોતાના હાથે ખવડાવી રહ્યો છે.
પોસ્ટ શેર કરતી વખતે સિદ્ધુએ લખ્યું કે ઘા રુઝાઈ ગયા છે, પરંતુ આ મુશ્કેલ કસોટીરૂપ સમયના માનસિક ઘા હજુ પણ છે.
સિદ્ધુએ આગળ લખ્યું કે, તેમની પત્નીને કેન્સરનું નિદાન થયા બાદ આ પાંચમો કીમો ચાલી રહ્યો છે.
ઓપરેશન બાદ તેમની પત્નીને હલાવવમાં તકલીફ થતી હોવાથી તેમની સેવા ચાકરી નવજોત સિદ્ધુ કરી રહ્યાં છે.
કેન્સરનું નિદાન થયા બાદ નવજોત પત્ની સાથેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.
સિદ્ધુ આજકાલ પોતાની પત્ની સાથે અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ રહ્યાં છે અને તેમની જલ્દી રિકવરી માટે પ્રાર્થના કરવામાં આવશે.