Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad Fire: રાજસ્થાન હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓનું આ રીતે કરાયું રેસ્ક્યુ, જુઓ તસવીરો
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઇઝમેન્ટમાં આજે વહેલી સવારે 4 વાગ્યે આગ લાગી હતી. આગના કારણે જાનહાનિના કોઇ અહેવાલ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગના કારણે તાબડતોબ તમામ દર્દીને અન્ય હોસ્પિટલમાં લઇ જવાયા છે.કેટલાક દર્દીઓને આનંદ હોસ્પિટલમાં,કેટલાક દર્દીઓને BAPS હોસ્પિટલમાં ખસેડાયા છે.
સદભાગ્યે કોઇપણ દર્દીના આગના કારણે કોઇ પ્રકારનું નુકસાન નથી થયું,. તમામ દર્દીઓ સલામત છે.
ઘૂમાડો વધુ હોવાથી આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે.જેના કારણે રોબોટ, મોટા પંખા મુકીને ધુમાડો દુર કરવામાં આવી રહ્યો છે.
આગની જાણ થતાં ફાયર વિભાગની છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી બાદ વધુ ગાડીને પણ બોલાવાામાં આવી હતી આ હાલ ઘટના સ્થળ પર 20 ફાયરની ગાડી એકશનનમાં છે.
4 કલાકની જહેમત બાદ પણ હજુ આગ ઓલવાઇ નથી. ઓક્સિજનની સાથે ફાયર વિભાગના જવાનો બેઝમેન્ટમાં પહોંચ્યા છે અને આગ ઓલવવા માટેની કવાયત કરી રહ્યાં છે.
.રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગના કારણે મુખ્ય રસ્તાને પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. હોસ્પિટલના સત્તાધીશો, મનપાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે.